1 ) બ્લડ ફોલ્સ :
એન્ટાર્કટિકાના ટેલર ગ્લેશિયર પર જામેલા બરફમાં એક અનોખી જગ્યા આવેલી છે, જ્યાં લાલ રંગનું ઝરણું વહે છે. ઉલ્લેખનીય છે કે , આ ઝરણાંને જોઈને એવું લાગે છે કે આ લોહીનું ઝરણું વહી રહ્યુ છે. જો કે વૈજ્ઞાનિકોએ આના પર ઘણું સંશોધન કર્યા બાદ તેનો રાઝ સામે આવ્યો. જેમાં જણાવવામાં આવ્યું કે, ઝરણાનાં પાણીમાં આયર્ન ઓકસાઈડ અથવા રસ્ટનું પ્રમાણ હોવાથી તે બ્લડ રેડ કલરનું દેખાય છે.
2 ) ફાયરી ગેટ :
આશરે ૫૦ વર્ષથી આગમાં ઘેરાયેલો અને ૨૨૬ ફૂટ ઊંડો ખાડો કારકુમના તુર્કમેન રણની મધ્યમાં સ્થિત છે. જે તુર્કમેનિસ્તાનમાં આવેલું છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૭૧ માં નવા કુદરતી ગેસ ક્ષેત્રે ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતું. જેમાં ડ્રિલિંગ રિગ તેમજ બીજા એવા ઉપકરણોના વપરાશથી પૃથ્વીના છિદ્રમાંથી હાનિકારક ગેસનું નિર્માણ થયું. આથી આ ગેસનો નાશ કરવા માટે તેને બાળી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. લોકો આ આગના બુઝાવાની રાહ જોતા રહ્યા પરંતુ આ આગ હજુ સુધી ઓલવાઈ નથી. આથી તેને ‘નરકના દરવાજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
3 ) નેવર એન્ડીંગ લાઈટ સ્ટોર્મ :
પશ્ચિમી વેનેઝુએલામાં આવેલ કટાટમ્બો નદી પર દરરોજ આશરે 260 જેટલા વીજળીના તોફાન નોંધાયા છે. એમ માનવામાં આવે છે કે, પર્વતોના આકારમાંથી નીકળતી ગરમ હવા સાથે ઠંડી હવા અથડાતા આ પવન સર્જાયા, જે પછી એકબીજા સાથે ટકરાઈને બાષ્પીભવન થતાં, પાણી અને નજીકના તેલ ક્ષેત્રના મિથેન દ્વારા બળતણ કરવામાં આવ્યું . અને ત્યારથી આ કદી પૂરું ના થનારું વીજળીનું તોફાન યથાવત રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વીજળીનું તોફાન એટલી ક્ષમતા ધરાવે છે કે , તે એકસાથે ૧૦૦ મિલિયન લાઈટના બોકસને ઉજાગર કરી શકે છે.
4 ) ધ બોઇલિંગ રિવર :
પેરુનાં જંગલોમાં અંશાનિકા ક્ષેત્રમાં એક ઉકળતી નદી વહે છે. આશરે 25 મીટર પહોળી અને 6 મીટર ઊંડી આ નદીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે. આ નદીની આસપાસનું વાતાવરણ પાણીમાંથી નીકળતા ધુમાડાને કારણે ધૂંધળું અને ડરામણું લાગે છે. ઉલ્લેખનીય છે કે, એમેઝોન બેસિનની આ નદી એક સક્રિય જ્વાળામુખીથી આશરે 400-450 કિલોમીટર જેટલી દૂર આવેલી છે, છતાંય આ નદીનું પાણી એક્દમ ગરમ રહે છે. આથી આ નદીને ‘ધ બોઇલિંગ રિવર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
5 ) ટ્વીન ટાઉન :
કેરાલામાં આવેલું એક અનોખું ગામ, જેને ‘કોડીન્હી’ ના નામથી ઓળખવામાં આવે છે. અહીની ખાસ વાત એ છે કે અહી મોટા ભાગે જોડિયા બાળકો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ નાનકડા ગામની વસ્તી આશરે ૨૦૦૦ આસપાસ નોંધવામાં આવી છે. અને તેમાં પણ ૪૫૦ જેટલાં બાળકો જોડિયા જોવા મળે છે. મહત્વનું છે કે, વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં જોડિયા બાળકો કોડીન્હી ગામમાં જોવામાં આવે છે.
6 ) ધ સ્લીપિંગ સિટી :
કઝાકિસ્તાનના કલાચી નામના ગામમાં લોકો એવી રીતે સૂવે છે અને એટલું સૂવે છે જેની કોઇ કલ્પના પણ કરી શકતું નથી. નોંધનીય છે કે, ઉત્તરી કઝાકિસ્તાનમાં વસેલાં આ ગામમાં લોકો રહસ્યમયી રીતે સૂવાની બીમારીથી પીડિત છે. જ્યારે આ લોકો એકવાર સૂઇ જાય છે ત્યારે અનેક દિવસો અને મહિનાઓ સુધી ઊઠતાં જ નથી. આ ગામની વસ્તી લગભગ 600 છે. આ ગામના લગભગ 14 ટકા લોકો આ બીમારીથી પીડિત છે. નોંધનીય છે કે, કઝાકિસ્તાનના આ ગામની પાસે એક સમયે યૂરેનિયમની ખાણ હતી. જે હાલ બંધ થઇ ચૂકી છે. આ ખાણમાં ઝેરી રેડિએશન થતું રહેતું હતું. રિપોર્ટ પ્રમાણે આ ખાણના કારણે જ લોકોને આવી અજીબોગરીબ બીમારીએ જકડી લીધા છે.