જે લોકોને વિશ્વની મુસાફરી કરવાનો શોખ હોય તે લોકો માટે જુદા જુદા દેશમાં અપનાવતા ડેટિંગ શિષ્ટાચારની જાણકારી હોવી અતિ આવશ્યક બની જાય છે. કારણ કે, જુદા જુદા દેશોમાં પોતાની લાગણીઓને દર્શાવવાની રીત જુદી જુદી હોઈ શકે છે. વળી ઘણા દેશોમાં એવું પણ બને કે આપણા ત્યાં જે સામાન્ય બાબત હોય ત્યાં તે જ બાબત સજાને પાત્ર બની શકે છે. તો ચાલો જાણીએ એવી કેટલીક બાબતો વિશે…
1 ) પબ્લિક અફેક્શન :
પહેલાનાં સમયમાં હાઇ સ્કૂલમાં ભણતાં બાળકો પોતાની લાગણીઓને પબ્લિકમાં દર્શાવતાં નજરે પડતા અને આ જ પબ્લિક અફેક્શન તેમના માટે મુશ્કેલીનું કારણ બની જતું હતું. પરંતુ હાલ કેટલાક દેશોમાં આ એક સામાન્ય બાબત ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, જાપાન અથવા કોરિયા જેવા કેટલાક સ્થળોએ પબ્લિકમાં અફેક્શન દર્શાવવું તે ખૂબ જ અસંસ્કારી માનવામાં આવે છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા અને અન્ય અરબી દેશોમાં પબ્લિક અફેક્શન એ એક ગુનો ગણાય છે, જેના બદલ ધરપકડ પણ થઇ શકે છે.
2 ) પીડીએનો નિયમ :
કોઈ પણ દેશના લોકો સાથે દોસ્તી કરવા અથવા તેમના ગ્રુપમાં શામેલ થવા માટે તે દેશના પીડીએના નિયમને અવશ્યથી જાણી લેવો જોઈએ. જેનાથી લોકો સાથે સારા સંબંધો બનાવવામાં ઘણી મદદ મળી રહે છે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં એવા ઘણા દેશો આવેલા છે જ્યાં પબ્લિક અફેક્શન દર્શાવવું આવશ્યક બની જાય છે. કારણ કે, જો તેમની સંસ્કૃતિ અનુસાર, જો પબ્લિક અફેક્શન દર્શાવવામાં ન આવે તો તેને અસભ્ય વર્તણુકમાં ગણવામાં આવે છે. મધ્ય અને દક્ષિણ અમેરિકાના દેશોમાં, મોટા ભાગે લોકો પબ્લિક અફેક્શન દર્શાવીને જ એકબીજા સાથે મુલાકાત કરે છે.
3 ) બિલનું વિભાજન :
સામાન્ય રીતે, પશ્ચિમના દેશોમાં, બિલનું વિભાજન કરવું એ એક સારી બાબત ગણવામાં આવે છે. પરંપરાગતરૂપે, પુરુષો સ્ત્રીઓ માટે ચૂકવણી કરતા હોય છે. પરંતુ ઘણાને તે વસ્તુ અપમાનજનક લાગે છે, કારણ કે તે સૂચવે છે કે સ્ત્રીઓ પોતાની સંભાળ રાખી શકતી નથી. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયામાં બિલનું વિભાજન કરવું તે અપમાનજનક માનવામાં આવે છે. સામાન્ય રીતે, જે વ્યક્તિ વધુ પૈસા કમાય, તેની પાસેથી ચૂકવણી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. એટલે કે ત્યાં મહિલાઓ પણ તેમના બોયફ્રેન્ડ્સ માટે બીલની ચૂકવણી કરી શકે છે. અને તે સામાજિક રીતે સ્વીકાર્ય પણ છે.
4 ) કિસિંગ :
કિસિંગનો સમાવેશ પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શનમાં થઇ જાય છે, પરંતુ તે એક જટિલ સમસ્યા છે. કારણ કે, કેટલીક સંસ્કૃતિઓમાં, પીડીએના વિવિધ પ્રકારના શિષ્ટાચારના સ્વરૂપો હોય છે. જેમ કે, કેટલાક યુરોપિયન દેશો જેવા કે જર્મની અને પોલેન્ડમાં, ડેટ પર એકબીજાને ભેટવું એ મળવાની યોગ્ય રીત છે. ત્યાંના દેશોમાં કિસ એ સીરીઅસ રીલેશન માટે આરક્ષિત રાખવામાં આવે છે.
5 ) યોગ્ય સમય :
ઉલ્લેખનીય છે કે, ડેટ પર જતી વખતે અમેરિકામાં લોકો પોતાનો સમય લેવાનું પસંદ કરે છે. ત્યાંની સંસ્કૃતિ અનુસાર, ડેટ પર વહેલા જવાથી ખરાબ છાપ પડી શકે છે. ત્યાં ડેટ પર લેટ જવાનો ટ્રેન્ડ છે અને તેને યોગ્ય પણ માનવામાં આવે છે. જોકે, બીજી બાજુ જર્મની જેવા કેટલાક સ્થળોએ, વ્યક્તિના સમયને ઘણો મૂલ્યવાન માનવામાં આવે છે. ત્યાં કોઈને રાહ જોવડાવવી તે ઘણું અસભ્ય માનવામાં આવે છે.
6 ) ગિફ્ટ :
કોઈને ‘ગિફ્ટ આપવી’ એ આભાર કે પ્રેમ દર્શાવવાની એક રીત છે. ભેટ આપવી એ કાળજી બતાવવાની મહત્વપૂર્ણ રીત છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમના દેશોમાં ગિફ્ટ આપવી એ ઘણું અગત્યનું છે, કારણ કે, તે દર્શાવે છે કે, તમે જે પ્રાપ્ત કર્યું તેના માટે તમે આભારી છો. જોકે, આ ગિફ્ટને ગિફ્ટ આપનાર સામે ખોલવામાં ન આવે તો તે અત્યંત અસંસ્કારી ગણવામાં આવે છે. જોકે, ચીન અથવા ભારત જેવા કેટલાક એશિયન દેશોમાં, જે વ્યક્તિએ ગિફ્ટ આપી હોય તેની સામે ભેટ ખોલવાનું યોગ્ય ગણવામાં આવતું નથી. કારણ કે, ત્યાં ,કોઈએ આપેલી ગિફ્ટ ઝડપથી ખોલવામાં આવે તો તે વ્યક્તિ લોભી લાગે છે.
7 ) ફૂલોનો ગુલદસ્તો :
મોટાભાગે પુરુષો પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે, ડેટ પર જતી વખતે તેઓ એક સુંદર ફૂલોનો ગુલદસ્તો પોતાની ડેટને આપે. મહત્વનું છે કે, રશિયામાં આ ફૂલોના ગુલદસ્તામાં ફૂલોની સંખ્યા બેકી ન હોવી જોઈએ. કારણ કે, બેકી સંખ્યામાં ફૂલો એ અંતિમ સંસ્કારમાં આપવામાં આવે છે. આ ઉપરાંત વિક્ટોરિયન યુગમાં, કોઈને પીળા રંગનું ગુલાબ મોકલવું તે અપમાનજનક ગણવામાં આવતું. કારણ કે તે ઈર્ષ્યા અને બેવફાઈનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જોકે, આજના સમયમાં પીળા રંગનું ફૂલ મિત્રતાનું પ્રતીક ગણવામાં આવે છે.