સામાન્ય રીતે ભગવાન કૃષણની મનભાવતી વસ્તુઓમાં માખણ, મલાઈ, દૂધ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ આમ છતાં તમે કૃષ્ણના હેપી બર્થડે પર કૈક અલગ કરવા માંગતા હો તો આ રહ્યા અમુક ઓપ્શન. આ ઓપ્શન એવા છે કે જે પારંપારિક હોવાની સાથે સાથે ફરાળી પણ છે. તો છે ને એકદમ શ્રેષ્ઠ ઓપ્શન.
પંજરી:
સામાન્ય રીતે જીરું પાવડર સાથે ખાંડ, ઘી, કાજુ, બદામ, પીસ્તા, કીસમીસ અને મિશ્રી નાખીને પંજરી તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે પંજરી આપણે શ્રી કૃષ્ણની હવેલીમાં પ્રસાદ રૂપે લેતા હોઈએ છીએ. જો કે જીરું પાવડરના બદલે લોટનો ઉપયોગ કરીને પણ પંજરી બનાવી શકાય છે. પંજરી પાચનતંત્ર માટે પણ સ્વાસ્થ્યદાયી છે.
ખીર:
ચોખા, દૂધ, ડ્રાયફ્રુટ અને ખાંડથી બનાવવમાં આવતી ખીર તો કોને ન ભાવે? એમાં પણ ખીરમાં કેસરની સાથે થોડી એલચી નાખવાથી થોડી વધુ ટેસ્ટી બને છે. સાંબાનો ઉપયોગ કરીને ફરાળી ખીર પણ બનાવી શકાય છે.
માખણ-મિશ્રી:
ભગવાનને સૌથી પ્રિય એવી માખણ-મિશ્રી ખુબ આસાનીથી ઘરે બનાવી શકાય છે. માખણની અંદર મિશ્રી ઉમેરીને બનાવવમાં આવતી આ વાનગી સૌ કોઈને દાઢે રહી જાય છે.
રવા લાડુ:
રવો, નારીયેલ, ઘી, ડ્રાયફ્રુટ, ખાંડ અને નટ્સનો ઉપયોગ કરીને રવાના લાડુ બનાવવામાં આવે છે. જે પોષકતત્વોથી પણ ભરપુર છે. ભગવાનને ઘી અને માખણ અંત્યંત પ્રિય હતું આથી રવા લાડુ પણ ભગવાનને ખુશ કરી શકે છે. આ પ્રસાદ ગરીબોમાં પણ વહેચવો જોઈએ.