આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોને શ્વાસ લેવાનો પણ પૂરતો સમય મળતો નથી. ત્યારે મોટાભાગના લોકો સ્ટ્રેસમાં જીવતા હોય છે. પરંતુ તેમાંના અમુક લોકો પોતાના જીવનમાં આ સ્ટ્રેસને દુર ભગાવીને ખુશીથી જીવન જીવતા હોય છે. મોટાભાગે આ જ કારણથી લોકો શ્વાનને પોતાની સાથે રાખવાનું પ્રીફર કરતા હોય છે. તો જાણો આવા લોકોની લાઈફસ્ટાઈલ… કે કેવી રીતે આ લોકો પોતાના સ્ટ્રેસને દુર ભગાવે છે.
1 ) હૃદયને લગતી સમસ્યા :
આજકાલના મોડર્ન યુગમાં મોટાભાગે લોકોને રક્તવાહિનીને લગતી સમસ્યાઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે, મોટાભાગના લોકો જોબ કરતા હોય છે, આથી મોટા ભાગનો સમય તેઓ બેઠા બેઠા પસાર કરતા હોય છે. આથી તેમના શરીરને જરૂરી હલનચલન મળતું નથી. પરંતુ જેમના પાસે ડોગ હોય છે, તેઓ રોજ પોતાના ડોગને વોક માટે લઇ જતા હોય છે તેમજ તેની સાથે રમતા હોય છે. આથી તેમના શરીરને જરૂરી હલનચલન પણ મળી રહે છે તેમજ તેમનો સ્ટ્રેસ પણ દુર થઇ જાય છે. એક રીસર્ચ અનુસાર, ડોગ રાખનાર વ્યક્તિને ગંભીર સમસ્યાઓ થવાનું જોખમ 33% ઓછું થઇ જાય છે.
2 ) બીમારીની રિકવરી :
એક સંશોધન અનુસાર , જેમને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની સમસ્યા છે, તે લોકો માટે શ્વાનની સંગત ઘણી ચમત્કારરૂપ સાબિત થઇ છે. આ ઉપરાંત ઘણા કાર્ડિયોલોજિસ્ટ્સ સત્તાવાર પ્રિસ્ક્રિપ્શન તરીકે દર્દીઓને શ્વાન સાથે સમય પસાર કરવાનું સૂચન કરતા હોય છે. આનાથી દર્દીની રિકવરીમાં નોંધપાત્ર સુધારો પણ જોવા મળ્યો છે. આ ઉપરાંત ઘણી એવી હોસ્પિટલો છે જ્યાં શ્વાનને દર્દીઓની સાથે હિલીંગ પ્રોસેસ માટે રાખવામાં આવે છે.
3 ) જરૂરી એક્સેસાઇઝ:
શ્વાનને ઘરમાં રાખવું અને તેની યોગ્ય રીતે સંભાળ રાખવી એ ખુબ જ જરૂરી છે. ગમે તેવી ઠંડી હોય કે ગરમી કે વરસાદ, પરંતુ શ્વાનને તેના સમય પર વોક કરવા માટે લઇ જવું પડે છે. તેમજ તેની સાથે સમય સમય પર રમવું પણ પડે છે. તેમજ અન્ય પ્રવૃત્તિઓ પણ કરાવી પડે છે, જેનાથી શ્વાનને ખુશ રાખી શકાય. આથી શ્વાન રાખનાર વ્યકિતને જરૂરી એક્સેસાઇઝ મળી રહે છે, આથી તેમનામાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થવાનું જોખમ ઓછા પ્રમાણમાં રહે છે.
4 ) માનસિક સ્વાસ્થ્ય :
આજકાલની મોડર્ન લાઇફમાં લોકો મોટાભાગે માનસિક રીતે અસ્વસ્થ જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે, શ્વાન એ માનસિક રીતે અસ્વસ્થ લોકો માટે યોગ્ય સપોર્ટર સાબિત થયેલ છે. ભલે તમે મોટા હો કે પાતળા, યુવાન હો કે વૃદ્ધ , તમારા શ્વાન માટે તમે એનું સંપૂર્ણ બ્રહ્માંડ છો. અને તે અવશ્યથી તમારા ચહેરા પર સ્મિત લાવે છે.
5 ) સ્ટ્રેસ ફ્રી જીવન :
એક રીસર્ચ અનુસાર, ડોગ રાખનાર વ્યક્તિ કોઈ પણ બીમારીમાંથી જલ્દી રીકવરી મેળવી શકે છે. જેને હાઈ બીપીની સમસ્યા હોય તેવા લોકો માટે ડોગ એન્ટીડિપ્રેસન્ટ્સ તરીકે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે, ડોગ એ એક માત્ર એવા એન્ટીડિપ્રેસન્ટ્સ છે, જેમની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી. મહત્વનું છે કે, જો ઘરમાં કોઈ પણ પાલતુ પ્રાણી રાખવામાં આવે તો તે ઘરમાં ખુશીનો માહોલ બનાવી દે છે. આથી જો આ પાલતુ પ્રાણીની દેખરેખ રાખવાની ક્ષમતા હોય તો ઘરમાં અવશ્ય તેને રાખવું જોઈએ.