હોમ ગુડ્સ અને સ્ટેશનરી મેન્યુફેક્ચરિંગ સેલ્સો વર્લ્ડ લિમિટેડે તેના રૂ. 1,900 કરોડના IPO માટે શેર દીઠ રૂ. 617-648ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. સેલો વર્લ્ડનો IPO 30 ઓક્ટોબરે ખુલશે અને 1 નવેમ્બરે બંધ થશે. 27 ઓક્ટોબરે ઈસ્યુ શરૂ થાય તે પહેલા મોટા રોકાણકારો (એન્કર) શેર માટે બિડ કરી શકશે. તમને જણાવી દઈએ કે આ IPO સંપૂર્ણ રીતે ઑફર ફોર સેલ (OFS) પર આધારિત હશે અને આમાં પ્રમોટર્સ અને વર્તમાન શેરધારકો પાસેના શેર વેચવામાં આવશે. આમાં કોઈ નવા શેર જારી કરવામાં આવશે નહીં.
જીએમપી પર શું ચાલી રહ્યું છે?
Cello World Limited IPO ની અપર પ્રાઇસ બેન્ડ ₹648 નક્કી કરવામાં આવી છે. આ શેર ગ્રે માર્કેટમાં ₹95ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. તેની સંભવિત લિસ્ટિંગ કિંમત રૂ. 743 છે. મતલબ કે આ શેર લિસ્ટિંગ પર લગભગ 15% નો નફો કરી શકે છે.
શું છે વિગતો?
દમણ, હરિદ્વાર (ઉત્તરાખંડ), બદ્દી (હિમાચલ પ્રદેશ), ચેન્નાઈ (તામિલનાડુ) અને કોલકાતા (પશ્ચિમ બંગાળ) એમ પાંચ સ્થળોએ કંપનીના 13 ઉત્પાદન એકમો છે. કંપનીની સંકલિત ઓપરેટિંગ આવક નાણાકીય વર્ષ 2022-23માં 32.2 ટકા વધીને રૂ. 1,796.69 કરોડ થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 1,359.18 કરોડ હતી. આ સિવાય ગયા નાણાકીય વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો 30 ટકા વધીને રૂ. 285 કરોડ થયો હતો.