શું તમે ફરવા જવાનો શોખ ધરાવો છો?તો આ સ્થળો પર જતા પહેલા અવશ્યથી સાવચેતી રાખજો. તો ચાલો જાણીએ એવા કેટલાક સ્થળો વિશે જ્યાં ઘટેલી ઘટનાઓના રહસ્યને જાણવા ગયેલા ઘણા લોકો મોતને ભેટી ચુક્યા છે.
1 ) ભાનગઢનો કિલ્લો (રાજસ્થાન) :
૧૭ મી સદીમાં રાજસ્થાનમાં બનાવવામાં આવેલ ભાનગઢનો કિલ્લો ભારતનું સૌથી ભૂતિયા સ્થળ માનવામાં આવે છે. કહેવાય છે કે , સૂર્ય આથમ્યા પછી આ કિલ્લામાં પ્રેતાત્માઓ ભટકવા લાગે છે. આ ઉપરાંત સરકારે પણ આ કિલ્લામાં સૂર્યોદયની પહેલા અને સૂર્યાસ્ત પછી જવા પર પ્રતિબંધ મુક્યો છે. કારણ કે, એવી માન્યતા છે કે, સૂર્યોદયની પહેલા અને સૂર્યાસ્ત પછી ભાનગઢના કિલ્લામાં જવું મૃત્યુને બોલાવવા સમાન છે.
જોવામાં તો ભાનગઢનો આ કિલ્લો ઘણો વિશાળ છે, પરંતુ એટલો જ ખતરનાક છે. એક માન્યતા પ્રમાણે ભાનગઢની રાજકુમારી રત્નાવતી ઘણી સુંદર હતી અને એમની સુંદરતાના ચર્ચા રાજ્યમાં ફેલાયેલા હતા. રત્નાવતીથી લગ્ન કરવા માટે દરેક રાજકુમાર ઉત્સુક હતા. ઉલ્લેખનીય છે કે, રાજકુમારી હંમેશા પોતાની સખીઓની સાથે બજારમાં ફરવા નીકળતી , અને એક દિવસ રાજકુમારી અત્તરની દુકાન પર અત્તર ખરીદવા પહોંચી તો દુકાનથી થોડી દૂર સિંધિયા નામનો એક જાદુગર એમને ધ્યાનથી જોઈ રહ્યો હતો. સિંધિયા કાલા જાદુનો મહારથી હતો. અને તે રાજકુમારીને ખુબ પ્રેમ કરતો હતો. આથી તેણે અત્તરની બોટલ પર કાળું જાદુ કરી રાજકુમારીને મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ બોટલ રાજ્કુમારીથી પત્થર પર પડી જતા, સિંધિયા તે જ પથ્થર નીચે દટાઈ ગયો. પરંતુ મરતા પહેલા જાદુગરે શ્રાપ આપતાં કીધુ કે કિલ્લામાં રહેતા તમામ લોકો જલ્દી મરી જશે અને એમની આત્મા હંમેશા આ કિલ્લામાં ભટકતી રહેશે. તાંત્રિકના કીધા પ્રમાણે કેટલાક દિવસ પછી ભાનગઢ અને અજબગઢ વચ્ચે એક યુદ્ધની શરૂઆત થઇ, જેમાં તમામ લોકો મૃત્યુ પામ્યા. જોકે, આ શ્રાપે રાજકુમારીને પણ ઘેરી લીધી. કહેવામાં આવે છે, કે આટલા બધા લોકોના મૃત્યુ પછી આજ સુધી આ કિલ્લામાં લોકોની બૂમો સંભળાય છે. ભાનગઢનું આ રહસ્ય આજે પણ લોકોની વચ્ચે એક ડર બનીને જીવિત છે, આથી જ આ કિલ્લાનું નામ આવતાં લોકો કંપી ઉઠે છે.
2 ) ડુમસ બીચ (સુરત) :
દક્ષિણ ગુજરાતમાં આવેલ આ બીચ તેની પેરાનોર્મલ પ્રવૃત્તિ માટે કુખ્યાત છે. આ બીચની ખાસિયત તેની કાળી રેતી છે. મળતી માહિતી મુજબ, પ્રાચીન કાળમાં આ બીચનો ઉપયોગ હિન્દુઓ દફનવિધિ તરીકે કરતા હતા. તો વધુમાં, કેટલાક લોકોના જણાવ્યા અનુસાર, અહીં દુષ્ટ આત્માઓ મધ્યરાત્રિએ બીચ પર ભટકતી રહે છે, જેથી કાળી રેતીનું નિર્માણ થાય છે.
જોકે, દિવસ દરમિયાન આ ડુમસ બીચ એ સામાન્ય બીચ જેવો જ દેખાય છે, જ્યાં પ્રવાસીઓ આવતા જતા નજરે પડે છે. આજ સુધી, આ બીચ પર પેરાનોર્મલ પ્રવૃત્તિના અસંખ્ય અહેવાલો સામે આવી ચુક્યા છે, જ્યાં મુલાકાતીઓને વિચિત્ર અવાજો સંભળાય છે. સ્થાનિક લોકોના દાવા અનુસાર, આ વિસ્તારમાં શ્વાન રાત્રીના સમયે બીચની આસપાસ ભસતા તેમજ કિકિયારી કરતા જોવા મળે છે, જે લોકોને બીચ પર વૉકિંગ રોકવા માટે ચેતવે છે. ઉલ્લેખનીય છે કે, ડુમસ બીચને ભારતના હોન્ટેડ સ્થાનોમાં ગણવામાં આવે છે. જોકે, ઘણા લોકો જણાવે છે કે, આ બીચ પર એક પ્રકારની નકારાત્મક ઉર્જા અનુભવાય છે, તો અમુક લોકો આ વાતોને પૌરાણિક કથા અને અંધશ્રદ્ધા કહીને ટાળી દે છે.
૩ ) હોટલ સેવોય (મસૂરી) :
મસૂરીની હોટેલ સેવોય 1902માં બંધાઈ હતી અને તે મસૂરીની સૌથી જૂની હોટેલ્સમાંની એક છે. 1910ના સમયગાળામાં આ હોટેલમાં લેડી ગાર્નેટ ઓર્મે નામની એક લેડી આવી હતી. જે હોટેલના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. આ પ્રસંગ પરથી જાણીતી લેખિકા અગાધા ક્રિસ્ટીએ મર્ડર મિસ્ટ્રીની નોવેલ પણ લખી હતી. એવું માનવામાં આવે છે કે આ મહિલાની દવામાં સ્ટ્રિકનિન નામનું ઝેર ભેળવીને તેને મારવામાં આવી હતી.
ત્યારબાદથી આ હોટેલના કોરિડોરમાં મહિલાનું ભૂત ભટકી રહ્યું હોવાની માન્યતા છે. થોડા વર્ષો પછી એ મહિલાની સારસંભાળ રાખનાર ડોક્ટર પણ એ જ હોટેલમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. આ ઉપરાંત હોટેલમાં રહેતા લોકોની સાથે પણ ઘણી વાર અજીબોગરીબ ઘટનાઓ બન્યાના કિસ્સા સામે આવી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પેરાનોર્મલ સોસાયટીએ અહીં કોઈ મહિલા ધીમે અવાજે બબડાટ કરતી હોય તેવો અવાજ પણ રેકોર્ડ કર્યો છે.