Air India Express – ટાટા ગ્રૂપની એર ઈન્ડિયા એક્સપ્રેસે બુધવારે તેની નવી બ્રાન્ડ ઓળખ અને ડિઝાઇનનું અનાવરણ કર્યું જેમાં નારંગી અને પીરોજ રંગોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ હાલમાં AIX કનેક્ટ (અગાઉ એરએશિયા ઈન્ડિયા)ને મર્જ કરવાની પ્રક્રિયામાં છે. નવી એન્ટિટી ટાટા ગ્રુપની ઓછી કિંમતની એરલાઇન હશે.
મુંબઈ એરપોર્ટ પર એરલાઈનની નવી ઓળખનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આના લગભગ બે મહિના પહેલા એર ઈન્ડિયાએ પણ તેની નવી બ્રાન્ડ ઓળખ અપનાવી હતી.
“એરલાઇનની નવી ઓળખમાં એક્સપ્રેસ ઓરેન્જ અને એક્સપ્રેસ ટર્કોઇઝ છે અને તેમાં એક્સપ્રેસ સેફ્રોન અને એક્સપ્રેસ આઇસ બ્લુ કલર્સ પણ સામેલ છે,” એર ઇન્ડિયા એક્સપ્રેસે એક રિલીઝમાં જણાવ્યું હતું.
રીલીઝ મુજબ, “એરલાઇનના એરક્રાફ્ટને બાંધણી, અજરખ, પટોળા, કાંજીવરમ, કલમકારી જેવી પરંપરાગત ડિઝાઇનથી પ્રેરિત કરવામાં આવશે, જે ભારતની કલાત્મક વિવિધતાને દર્શાવે છે.”