ભારતીય રેલ્વેના 12 લાખ કર્મચારીઓને આજે સરકારે મોટા સમાચાર આપ્યા છે. સરકારે કેબિનેટની બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે દિવાળી બોનસને મંજૂરી આપી દીધી છે. દિવાળી બોનસ તરીકે, કર્મચારીઓને દર વર્ષે તેમના 78 દિવસના પગાર જેટલી રકમ આપવામાં આવે છે. આ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) રેલ્વેના તમામ નોન-ગેઝેટેડ કર્મચારીઓ (ગ્રૂપ સી અને ગ્રુપ ડી) ને ઉત્પાદકતા અને પ્રેરણા વધારવા માટે આપવામાં આવે છે.
કેટલું બોનસ મળશે?
ગ્રુપ સી અને ગ્રુપ ડીના તમામ કર્મચારીઓને માત્ર 17,951 રૂપિયા મળે છે, જેની ગણતરી લઘુત્તમ માસિક પગાર 7000 રૂપિયાના આધારે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, 12 લાખ રેલવે કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે લગભગ 18 હજાર રૂપિયા બોનસ તરીકે મળશે.