સરકારે 18 ઓક્ટોબર એટલે કે આજથી ક્રૂડ પેટ્રોલિયમ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી (SAED) ઘટાડીને 9,050 રૂપિયા પ્રતિ ટન કરી દીધી છે. 29 સપ્ટેમ્બરે છેલ્લી સમીક્ષામાં, ભારતમાં ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પર વિન્ડફોલ ટેક્સ 12,100 રૂપિયા પ્રતિ ટન નક્કી કરવામાં આવ્યો હતો.
ડીઝલ અને એટીએફની નિકાસ પર ટેક્સમાં ઘટાડો
ડીઝલની નિકાસ પર SAED અથવા ડ્યૂટી વર્તમાન રૂ. 5 પ્રતિ લિટરથી ઘટાડીને રૂ. 4 પ્રતિ લિટર કરવામાં આવી છે.
ઉપરાંત, એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) પરની ડ્યુટી, જેને એરક્રાફ્ટ ફ્યુઅલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વર્તમાન રૂ. 2.5 પ્રતિ લિટરથી ઘટાડીને રૂ. 1 પ્રતિ લિટર કરવામાં આવશે. જ્યારે પેટ્રોલ પર SAED શૂન્ય પર ચાલુ રહેશે. પ્રથમ વખત, સરકારે 1 જુલાઈ 2022 ના રોજ વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો.
વિન્ડફોલ ટેક્સ શું છે?
વિન્ડફોલ ટેક્સ એવો ટેક્સ છે જે દેશમાં હાજર ઓઇલ કંપનીઓ સરકારને ચૂકવે છે. જ્યારે ઓઈલ કંપનીઓ ચોક્કસ સંજોગોમાં નોંધપાત્ર તાત્કાલિક નફો કરે છે ત્યારે તેમના પર વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, સરકારે સૌપ્રથમ જુલાઈ 2022 માં વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં જોરદાર વધારો થયો હતો, જેના કારણે દેશની તમામ ઓઈલ કંપનીઓને ભારે નફો થયો હતો, ત્યારબાદ સરકારે કિંમતોને નિયંત્રિત કરવા માટે ટેક્સ લગાવ્યો હતો.
વિન્ડફોલ ટેક્સ ઘટાડવાથી તેલ કંપનીઓને ફાયદો થાય છે. સરકાર દર 15 દિવસે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કેટલી અસર થશે?
વિન્ડફોલ ટેક્સ વધારવા કે ઘટાડવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર કોઈ અસર નહીં થાય કારણ કે નિકાસ કરાયેલા પેટ્રોલ અને ડીઝલ પર વિન્ડફોલ ટેક્સ વસૂલવામાં આવે છે.
હાલ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમત 90.08 ડોલર પ્રતિ બેરલ છે. ભારતની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે.