આજકાલની મોડર્ન લાઈફમાં મોટાભાગના લોકોની એક માત્ર સમસ્યા એ છે કે, તેઓ કામ કરવા માટે કેપેબલ હોય છે, પરંતુ કોઈ કારણસર તેમને પોતાની કાબિલિયત પર ભરોશો નથી હોતો. જેને લીધે તેઓ જીવનમાં આગળ વધી શકતા નથી. અહીં આપણે કેટલીક એવી આદતો વિશે વાત કરીશું, જે સફળતા પામનાર લોકોએ પોતાના જીવનમાં અપનાવી છે.
મનુષ્યનું જીવન એ તેની આવક પર આધાર રાખે છે. પરંતુ જો તમે એ નોકરી કરવાનું છોડી દો, અને ત્યારબાદના 3 મહિના પણ સામાન્ય રીતે જીવન ન જીવી શકો, તો તમારે તમારી જીવનશૈલી બદલવાની ખાસ જરૂર છે.
1 ) આવકના માધ્યમ :
દર મહીને પોતાની આવકમાંથી કેટલોક હિસ્સો બચાવીને રાખવો જોઈએ. આ ઉપરાંત પેસીવ આવક માટેનું કોઈ માધ્યમ શોધવું જોઈએ. જેમાં કોઈ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું અથવા કોઈ સિક્યોરીટી અથવા રીઅલ એસ્ટેટમાં જરૂરથી ઇન્વેસ્ટમેન્ટ કરવું. આથી વ્યક્તિની આવકમાં પણ નોંધપાત્ર વધારો થાય છે.
2 ) સેલ્સ અને ડિસ્કાઉન્ટ :
મોટા ભાગના લોકો ખરીદી કરતી વખતે વસ્તુની કિંમત પર વધારે ધ્યાન આપે છે. આ ઉપરાંત ખાસ કરીને લોકો સેલ તથા ડિસ્કાઉન્ટના લેબલ જોઇને ખરીદી કરવા માટે જતા હોય છે. જો તમને પણ આ આદત હોય તો તે ખોટી છે, કારણ કે, સસ્તા દરે વસ્તુની ખરીદી કરવાથી તેની ગુણવત્તા યોગ્ય હોતી નથી, જેથી તેના રીપેરીંગમાં વધારે ખર્ચો કરવો પડે છે, જે તે વસ્તુની અસલ કિંમત કરતાં 3 ઘણું વધારે મોંઘુ પડે છે.
3) સમય :
જો ઓફિસ અને ઘર વચ્ચે આવવા જવાનો સમય એક કલાક કરતાં વધારે હોય તો તે યોગ્ય નથી. કારણ કે, આના કારણે એક મહિનામાં ઘણો એવો સમય વ્યર્થ થઇ જાય છે. એક રીસર્ચ અનુસાર, મોટા ભાગના અમીર લોકો પોતાના કામના સ્થળ અને ઘર વચ્ચે ઓછામાં ઓછુ અંતર રહે તેવું પ્રીફર કરે છે, અથવા તો આ સમય અન્ય રીતે ઉપયોગમાં લઇ લે છે, જેથી સમયનો બગાડ ન થાય.
4) વાંચન :
મહત્વનું છે કે, સમયનો બને તેટલો સદુપયોગ કરવો જોઈએ, કારણ કે, વીતેલો સમય પાછો આવી શકતો નથી. આથી અમીર લોકો પોતાના સમયનો હંમેશા સદુપયોગ કરતા હોય છે. જેમાં કોઈ નવી આંતરરાષ્ટ્રીય ભાષા શીખવી કે પછી કોઈ પર્સનાલીટી ડેવલોપમેન્ટનું પુસ્તક કે અન્ય પુસ્તક વાંચવું વગેરેનો સમાવેશ થઇ શકે છે. એક રીસર્ચ અનુસાર, ૮૫ % અમીર લોકો દરરોજ કોઈ સારું પુસ્તક વાંચવાનું પ્રીફર કરે છે, જે તેમના જીવનમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે.
5) ક્રેડિટકાર્ડ :
આજકાલની મોડર્ન લાઈફમાં ક્રેડિટકાર્ડ સરળતાથી મળી રહે છે, જેને લીધે મોટાભાગના લોકો કાર , મકાન તેમજ અન્ય કોઈ મોટી વસ્તુઓ લેવા માટે ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરે છે. પરંતુ આ ક્રેડિટકાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ, નહિ તો તે ખતરનાક સાબિત થઇ શકે છે. એક રીસર્ચ અનુસાર, કોઈ પણ વ્યક્તિની આવક કરતાં તેની દેવાની રકમ ૪૦% કરતાં વધુ ન હોવી જોઈએ.
6) શોર્ટટર્મ ગોલ :
મોટાભાગના લોકો લાંબા ગાળાનો વિચાર કર્યા વિના ટૂંક સમયનો નફો વિચારે છે, જે વ્યક્તિને અમીરીથી દુર લઇ જાય છે. ઉલ્લેખનીય છે કે, જોબ ઇન્ટરવ્યુ વખતે મોટાભાગના લોકો પોતાની એક મહિના પછી મળતી સેલરી પર ધ્યાન આપે છે. તેઓ લાંબા ગાળાનું વિચારતા જ નથી. જયારે જોબ ઇન્ટરવ્યુ વખતે ખાસ પગાર પર નહિ પરંતુ કંપની પર આપવું જોઈએ. ભલે પગાર ઓછો હોય પણ ધીમે ધીમે કંપનીમાં બઢતી મળી શકે છે. આથી જો સારી કંપની હોય તો ઓછા પગારે પણ જોબ લેવી એ ભવિષ્ય માટે ઘણી લાભકારી સાબિત થઇ શકે છે.
7) સેવિંગ્સ :
કહેવામાં આવે છે કે, દુનિયામાં 3 પ્રકારના લોકો હોય છે. 1) જેમની પાસે વસ્તુ છે. 2)જેમની પાસે વસ્તુ નથી. 3) જેમની પાસે વસ્તુ છે પણ તેની કિંમત ચુકવવામાં નથી આવી. મે ૨૦૧૬માં, અમેરિકામાં ફેડરલ રિઝર્વ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલા રીસર્ચ અનુસાર, ૫૦% અમેરિકન લોકો પાસે કોઈ જ પ્રકારની સેવિંગ્સ નથી. આવા સમયે કોઈ આકસ્મિક ખર્ચો આવી જતાં સિચ્યુએશન ઘણી કપરી બની શકે છે.
આમ ઉપરોક્ત જણાવેલ સારી આદતોને અપનાવવાથી તેમજ પોતાની આર્થિક સમસ્યાને સમજીને પછી જ આગળ ડગલું ભરવાથી જીવનમાં ઘણો લાભ થઇ શકે છે. જે તમને સફળતાની સીડી સુધી અવશ્ય લઇ જશે.