નાગરિકતા બિલને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.અને હવે આ વિરોધ પ્રદર્શનમાં બોલિવુડ સ્ટાર્સ પણ જોડાયા ચૂક્યા છે. પરિણિતી ચોપડા પણ તેમાંની એક છે. જોકે બિલનો વિરોધ કરવાનુ પરિણામ પરિણીતીને ભોગવવુ પડ્યુ છે. હરિયાણા સરકારે પરિણીતી ચોપરાને બેટી બચાવો -બેટી પઢાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હટાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, પરિણીતીએ આ બિલના વિરોધમાં દેખાવો કરી રહેલા જામીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરાયો ત્યારે ટ્વિટ કર્યુ હતુ કે, જો નાગરિકો વિચાર વ્યક્ત કરવા નિકળે અને આ જ પરિણામ આવવાનુ હોય તો આ બિલને ભુલી જઈને ભારતને લોકશાહી દેશ કહેવાનુ પણ છોડી દેવુ જોઈએ
.નાગરિકતા સંશોધન બિલ પર કરેલા ટ્વિટ બાદ આ અભિયાનના એડવાઈઝર યોગેન્દ્ર મલિકે આ અહેવાલને સમર્થન આપતા કહ્યુ તુ કે, પરિણીતીને 2015માં કેટલાક સમય માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવાઈ હતી. હવે હરિયાણાની દીકરીઓ જ આ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર છે. જોકે કોઈ એ કહેવા માટે તૈયાર નથી કે પરિણીતીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ક્યારે હટાવવામાં આવી નથી.
આ પહેલીવાર નથી જ્યારે પરિણીતીના બ્રાન્ડ એમ્બેસેડર બનવા પર વિરોધ થયો હોય. આ પહેલા 2015માં પણ પરિણીતીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા સામે હરિયાણાના તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે વિરોધ કર્યો હતો. બીજા નેતાઓએ પણ વાંધો ઉઠાવ્યો હતો.
વાત કરીએ પરિણીતીની ફિલ્મોની તો પરિ છેલ્લે ફિલ્મ જબરિયાં જોડીમાં જોવા મળી હતી.તેની સાથે પરિ અત્યારે સાયના નેહવાલની બાયોપિક પર કામ કરી રહી છે.અને તેની માટે પરિ ખૂબ મહેનત કરી રહી છે.
તેની સાથે પરિ હોલિવૂડ ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેન ના હિન્દી રિમેકમાં પણ કામ કરી છે આ ફિલ્મ આવતા વર્ષે મે મહિનામાં રિલીઝ થશે.