ખાનગી ક્ષેત્રની યસ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે કેટલીક FD પરના વ્યાજમાં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે. આ કપાત બાદ બેંક સામાન્ય રોકાણકારોને FD પર 3.25 ટકાથી 7.25 ટકા વ્યાજ અને વરિષ્ઠ નાગરિકોને 3.75 ટકાથી 8 ટકા વ્યાજ આપી રહી છે.
બેંકની વેબસાઈટ અનુસાર, નવા વ્યાજ દરો 4 ઓક્ટોબર, 2023થી અમલમાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ આરબીઆઈએ રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે.
કયા સમયગાળા માટે FD વ્યાજ દરો બદલાયા?
બેંકે એક વર્ષની 18 મહિનાની અને 18 મહિનાની 36 મહિનાની FD પરના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. યસ બેંક હવે એક વર્ષથી 18 મહિનાની FD પર 7.25 ટકા અને 18 મહિનાથી 36 મહિનાની FD પર 7.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
FD પર વ્યાજ દર
7 દિવસથી 14 દિવસની FD પર – 3.25 ટકા
15 દિવસથી 45 દિવસ સુધીની FD પર – 3.70 ટકા
46 દિવસથી 90 દિવસ સુધીની FD પર – 4.10 ટકા
91 દિવસથી 120 દિવસ સુધીની FD પર – 4.75 ટકા
121 દિવસથી 180 દિવસ સુધીની FD પર – 5.00 ટકા
181 દિવસથી 271 દિવસની FD પર – 6.10 ટકા
272 દિવસથી એક વર્ષથી ઓછા સમયની FD પર – 6.35 ટકા
એક વર્ષથી 18 મહિનાથી ઓછા સમયની FD પર – 7.25 ટકા
18 મહિનાથી 24 મહિનાથી ઓછા સમયની FD પર – 7.50 ટકા
24 મહિનાથી 36 મહિનાથી ઓછાની FD પર – 7.25 ટકા
36 મહિનાથી 60 મહિનાથી ઓછાની FD પર – 7.25 ટકા
60 મહિનાની FD પર 7.25 ટકા
60 દિવસથી 120 મહિના સુધીની FD પર – 7.00 ટકા