GSTની બેઠકમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આજે 52મી બેઠક થઈ રહી છે. આજની બેઠકમાં બરછટ અનાજમાંથી બનેલી ખાદ્ય ચીજવસ્તુઓ પર જીએસટીને લઈને મોટી રાહત આપવામાં આવી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બાજરી એટલે કે બરછટ અનાજ પરના જીએસટી દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
51મી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા
તમને જણાવી દઈએ કે આ પહેલા 2 ઓગસ્ટ 2023ના રોજ 51મી GST કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો, હોર્સ રેસિંગ માટેના જીએસટી દર અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.