અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં 0.59 ટકા હિસ્સા માટે રૂ. 4,966.80 કરોડનું રોકાણ કરશે. આ માહિતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) દ્વારા આપવામાં આવી છે.
RILએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે આ રોકાણ હેઠળ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની ઈક્વિટી વેલ્યુ 8.381 લાખ કરોડ રૂપિયા (US $100.83 બિલિયન) છે. આ રીતે, તે ઇક્વિટી મૂલ્યના સંદર્ભમાં દેશની ટોચની ચાર કંપનીઓમાં સામેલ છે.
0.59 ટકા હિસ્સો મળશે
કંપનીએ જણાવ્યું હતું કે ADIA ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની દ્વારા આ રોકાણ AIDAને RRVLમાં સંપૂર્ણ ચૂકવણીના આધારે 0.59 ટકા ઇક્વિટી હિસ્સો આપશે.
RRVL એ RILના રિટેલ બિઝનેસની મૂળ કંપની છે. તે ગ્રોસરી, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ફેશન અને લાઈફસ્ટાઈલ અને ફાર્મા જેવી કેટેગરીમાં 18,500 થી વધુ સ્ટોર્સ અને ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મનું સંચાલન કરે છે.
ઈશા મુકેશ અંબાણીએ આ માહિતી આપી હતી
RRVLના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ‘RRVLમાં રોકાણકાર તરીકે ADIAના સતત સમર્થન અને તેમની સાથેના અમારા સંબંધોને મજબૂત કરવા માટે અમને આનંદ થાય છે. અમે વૈશ્વિક સ્તરે મૂલ્ય બનાવવા અને ભારતીય રિટેલ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના તેમના બહોળા અનુભવનો લાભ મેળવીશું.
તેમણે કહ્યું કે આરઆરવીએલમાં ADIAનું રોકાણ ભારતીય અર્થતંત્ર અને વ્યાપારના ફંડામેન્ટલ્સમાં તેનો વિશ્વાસ દર્શાવે છે.
કંપનીના ઓથોરિટીએ આ વાત કહી
ADIA ના પ્રાઈવેટ ઈક્વિટી ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હમદ શાહવાન અલદાહેરીએ જણાવ્યું હતું કે, ‘રિલાયન્સ રિટેલે અભૂતપૂર્વ ગતિએ વિકાસ પામી રહેલા બજારમાં મજબૂત વૃદ્ધિ અને અનુકૂલન દર્શાવ્યું છે. આ રોકાણ અમારી પોર્ટફોલિયો કંપનીઓને ટેકો આપવાની અમારી વ્યૂહરચના અનુસાર છે.