આજકાલ સોશિયલ મિડિયાનો જમાનો છે.સામાન્ય માણસથી લઇને બોલીવુડની હસ્તિઓ પણ તેનો ઉપયોગ કરે છે.બોલીવુડની હસ્તિઓ માટે ફિલ્મ્સ અને એડ બાદ સોશિયલ મીડિયા ઇનકમનું મોટુ માધ્યમ બની ચુક્યુ છે. સોશિયલ પ્લેટફોર્મ દ્વારા સેલેબ્સ મોટી કમાણી કરે છે. સેલેબ્સ પોતાના જ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે લાખો રૂપિયા લે છે. સોશિયલ મીડિયા મેનેજમેન્ટ હોપર્સની તાજેતરમાં એક લીસ્ટ જાહેર કરવામાં આવ્યું.ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2019માં જણાવવામાં આવ્યું છે કે કઇ બોલીવુડ સેલેબ્રિટી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે કેટલા રૂપિયા ચાર્જ કરે છે.
પ્રિયંકા ચોપરા
આ લીસ્ટમાં પહેલા નંબર પર બોલિવુડની દેશ ગર્લ અને ઇન્ટરનેશનલ ફેસ બની ચુકેલી પ્રિયંકા ચોપરા એક સ્પોન્સર્ડ પોસ્ટ માટે આશરે 1.87 કરોડ રૂપિયા લે છે. પ્રિયંકાના ઇન્સ્ટાગ્રામ પર 40 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.
આલિયા ભટ્ટ
પ્રિયંકા પછી બોલિવુડમાં ખૂબ નાની ઉંમરે બોલિવુડમાં પોતાનું અલગ નામ કરનારી અભિનેત્રી આલિયા ભટ્ટ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આલિયા પોતાની પર્સસનલ યુ-ટ્યુબ ચેનલ પણ લૉન્ચ કરી ચુકી છે.આલિયા પોતાની ફિલ્મોની સાથે સોશિયલ મિડિયામાં પણ ધૂમ મચાવે છે.
શાહરૂખ ખાન
બોલિવુડના કિંગખાન ખાલી ફિલ્મ ઇન્ટસ્ટ્રીના જ નહિ પરંતુ સોશિયલ મિડિયાના પણ કિંગ છે..શાહરૂખ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 80 લાખથી 1 કરોડ રૂપિયા કમાય છે. જો કે આજકાલ તે સોશિયલ મીડિયા પર થોડો ઓછો એક્ટિવ છે. થોડા સમય પહેલાં જ તેના કેલિફોર્નિયા વેકેશનની તસવીરો વાયરલ થઇ હતી.
અમિતાભ બચ્ચન
તો બોલિવુડના શહેનશાહ પણ કઇ પાછા પડે તેના નથી.અમિતાભ બચ્ચન પણ સોશિયલ મિડિયા પર ઘણાં એક્ટિવ રહે છે.બિગ બી પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા 40થી 50 લાખ રૂપિયા કમાય છે. જો કે તેઓ ટ્વિટર પર વધુ સક્રિય છે અને કવિતાઓ શેર કરતાં રહે છે.
શાહિદ કપૂર
આ વર્ષ શાહિદ કપૂર ખૂબ સફળ સાબિત થયુ આ વર્ષે શાહિદની ફિલ્મ કબીર સિંહએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી. તો તેની સાથે સોશિયલ મિડિયા પર પણ શાહિત ની બોલબાલા વધી છે.શાહિદ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે શાહિદ કપૂર 20થી 30 લાખ રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મ કબીર સિંહની રિલીઝ બાદ ફેન્સ વચ્ચે શાહિદનો ક્રેઝ વધી ગયો છે.