બોલિવિયામાં આવેલ રિફ્લેક્ટીવ સોલ્ટ-મીઠાંના ફ્લેટ્સ (Reflective Salt Flats in Bolivia)
સલાર દે યુની એ વિશ્વનો સૌથી મોટુ મીઠાનું રિફ્લેક્ટીવ તળાવ છે..જે 10,582 ચોરસ કિલોમીટર લાંબુ છે.. દક્ષિણપશ્ચિમ બોલિવિયામાં સ્થિત, આ રિફ્લેક્ટીવ સોલ્ટ-મીઠાંના ફ્લેટ્સ લાઈફમાં એક વાર જોવા જેવી જગ્યા છે.. આ સુંદર તળાવમાં આકાશ ખુબ જ સુંદર રીતે પ્રતિબિંબિત થાય છે. જે અરીસાની જેમ કામ કરે છે.. જેનાથી નીચે પણ આકાશ જોવા મળે છે..
મેક્સિકોના નાઇકામાં આવેલ જાયન્ટ ક્રિસ્ટલની ગુફા (Giant Crystal Cave in Naica, Mexico)
મેક્સિકોમાં આવેલી ક્રિસ્ટલની ગુફા વિશ્વની સૌથી મોટી કુદરતી ક્રિસ્ટલની રચના છે.આ ગુફામાં ક્રિસ્ટલ ખુબ જ મોટા કદમાં જોવા મળે છે .. અને મેક્સિકોમાં આ ક્રિસ્ટલને આટલી મોટી સાઈઝના બનવા પુરતું વાતાવરણ મળી રહે છે.. આ સ્ફટિકો સતત 136 ડિગ્રી ફેરનહિટ (58 ડિગ્રી સેલ્સિયસ) માં મોટા થાય છે.. વિશ્વમાં બરફના ક્રિસ્ટલની આ સૌથી સુંદર જગ્યા છે..
ઓસ્ટ્રેલીયામાં આવેલ પિંક લેક (Pink Lake Hillier in Australia)
જ્યારે તમે વિચારો કે તળાવ કયા રંગનું હોય તો આપણે સામાન્ય રીતે વાદળી, ભુરો, લીલોતરી રંગ ધ્યાનમાં આવે છે..પરંતુ ઓસ્ટ્રેલીયામાં ગુલાબી રંગનું તળાવ આવેલું છે ઓસ્ટ્રેલિયાના પશ્ચિમી ટાપુઓ પર મુસાફરી કરનારા કોઈપણ વ્યક્તિ માટે, વિશ્વમાં આવેલું આ એકમાત્ર પિંક તળાવ છે.. આ તળાવ હિલિયર સમુદ્ર કરતા પણ 10 ગણું ખારું હોવાને કારણે પિંક કલરનું જોવા મળે છે..
આઇસલેન્ડમાં જોવા મળતો જ્વાળામુખી અને વીજળી (Volcanic Lightning in Iceland)
જ્વાળામુખીના વાદળમાં રાખ જેવા બરફના કણો ટકરાતા વીજળીકરણની ઘટના બને છે… આ દ્રશ્ય ખુબ જ સુંદર દેખાય છે.. જેમાં બરફ,આગ અને વીજળી ત્રણેવ વિરુદ્ધ તત્વો જોવા મળે છે.. આ વિશ્વની એક અનોખી જગ્યા છે.. સામાન્ય રીતે આઇસલેન્ડ પર આ દ્રશ્ય જોવા મળે છે..
અબ્રાહમ તળાવમાં આવેલા ફ્રોઝન એર બબલ્સ (Frozen Air Bubbles in Abraham Lake)
આલ્બર્ટા કેનેડામાં આવેલ અબ્રાહમ તળાવ એક અનોખી જગ્યા છે આ તળાવની સ્થિર સપાટી હેઠળ મિથેન ગેસના કારણે સુંદર બબલ્સ બને છે આ બબલ્સ થોડા સમયમાં ઓગળી જાય છે અને ફરી પાછા બને છે..જ્યારે આ તળાવમાં છોડ અને પ્રાણીઓ ડૂબી જાય છે ત્યારે પાણીમાં રહેલા બેક્ટેરિયા સાથે તેની પ્રતિક્રિયા થાય છે ત્યારે મિથેન ગેસ નીકળે છે. અને આ ગેસ ઉપર આવતા બબલ્સ બને છે.. બેક્ટેરિયા કાર્બનિક પદાર્થોનું વિઘટન કરે છે અને ધીમે ધીમે ગેસ મુક્ત કરે છે. સામાન્ય રીતે ગેસ તળાવની ટોચ પર તરે છે અને બબલ્સ સ્વરૂપે બહાર આવે છે..
પાકિસ્તાનમાં આવેલ સ્પાઇડરવેબ કોક્યુનડ ટ્રીઝ(Spiderweb Cocooned Trees in Pakistan)
પાકિસ્તાનના સિંધ ગામમાં આવા વિચિત્ર ઝાડ આવેલા છે જેના પર લાખો કરોળિયા હોવાથી તે ભૂતિયા ઝાડ જેવું દેખાય છે.. ૨૦૧૦ માં આવેલ ભારે પૂરના કારણે લાખો કરોળિયા ઝાડની ટોચ પર રહેવા લાગ્યા જેના કારણે ત્યાના ઝાડ આવા દેખાય છે.. અને આવા ઝાડના કારણે આ જગ્યા ખુબ જ વિચિત્ર અને સુંદર દેખાય છે..
માલદીવ્સના ઝબૂકતા કિનારા (Shimmering Shores of Vaadhoo Maldives)
આ દ્રશ્ય મધ્યરાત્રિના માલદિવ્સના દરિયાકાંઠાનું છે આ ફોટો કોઈ ફોટોશોપનું પરિણામ નથી પરંતુ હકીકત છે. માલદિવ્સમાં રેતી ઉપર ફાયટોપ્લાંકટન નામના નાના દરિયાઈ જીવાણુઓ હોય છે જેના કારણે દરિયા કાંઠો આ રીતે ચમકતો દેખાય છે.. ઘણા પ્રકારનાં ફાયટોપ્લાંકટોન હોય છે જે બાયો-લ્યુમિનેસન્સની ક્ષમતા ધરાવે છે, જે શિકારીને ડરાવવા માટે રક્ષણાત્મક પદ્ધતિ તરીકે ચમકે છે જેના કારણે મોટા શિકારી તેનાથી ડરી દુર રહે છે..