આપણે પ્રાણીઓને ખુબ જ સુંદર રંગોમાં જોયેલા છે. પરંતુ કેટલીકવાર કોઈપણ રંગ વિના જન્મેલા જીવો પણ દુનિયામાં સૌથી અદભૂત હોઈ શકે છે. સફેદ ફર અને ગુલાબી આંખોવાળા આ એલ્બિનો પ્રાણીઓને ઘણીવાર પ્રકૃતિમાં જોવાનું ખુબ મુશ્કેલ હોય છે..આ સફેદ જીવો તેમની પ્રજાતીના સામાન્ય જીવો જેવા જ હોય છે, પરંતુ તેમનો એક સફેદ રંગ જ તેમને એક મિલિયનમાં એક બનાવે છે.આલ્બીનિઝમથી જન્મેલા મોટાભાગના પ્રાણીઓ એક ડિસઓર્ડરના કારણે સફેદ અથવા ગુલાબી ત્વચા અને ફર ધરાવતા હોય છે, અને આમાંના કેટલાક પ્રાણીઓ લાલ અથવા વાયોલેટ આંખો ધરાવે છે. આ પ્રાણીઓ તેમના સાથીદારોથી અલગ નથી હોતા ફક્ત દેખાવમાં અલગ હોય છે. ઉત્તર અમેરિકાની લગભગ 300 જાતિઓમાં આલ્બીનો સભ્યો જોવા મળે છે. આલ્બીનો સાપ, રેકૂન, દેડકા અને હરણ પણ જોવા મળે છે. જન્મેલા 10,000 સસ્તન પ્રાણીઓમાં આલ્બિનો ફક્ત એક જ હોય છે..
બેબી ટર્ટલ (Baby turtle)
મગર (Alligator)
હમ્પબેક વ્હેલ (Humpback whale)
હરણ-રેન્ડીયર (Reindeer)
મૂઝ (Moose)
કાંગારુ (Kangaroo)