બજાજ ઓટો ટૂંક સમયમાં બજારમાં તેની અત્યાર સુધીની સૌથી મોટી પલ્સર રજૂ કરશે. જોકે, કંપનીએ આ અંગેની વિગતો શેર કરી નથી. પરંતુ, મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે નવી મોટરસાઇકલનું નામ Bajaj Pulsar NS400 હોઈ શકે છે. તે 2024ના પ્રથમ ક્વાર્ટરમાં લોન્ચ થવાની ધારણા છે. નવી બજાજ પલ્સર NS400 પલ્સર રેન્જની ટોચની હશે. અહેવાલો અનુસાર, નવી પલ્સર NS400 હાલની પેરિમીટર ચેસિસ પર આધારિત હશે, જે NS200 ને પણ અન્ડરપિન કરે છે. આ પ્લેટફોર્મ વધુ શક્તિશાળી અને મોટી ક્ષમતાવાળા એન્જિન માટે યોગ્ય છે.
ચેસિસ
બજાજ એન્જિનિયરો ચેસિસને વધુ મજબૂત બનાવવા માટે અપડેટ કરશે, જેથી મોટા એન્જિનને આરામથી સમાવી શકાય. આ મોટરસાઇકલને કોમ્પેક્ટ ડાયમેન્શન અને એગ્રેસિવ સ્ટાઇલ આપવામાં આવશે. કોમ્પેક્ટ ડિઝાઇન વજન ઘટાડવામાં મદદ કરશે કારણ કે નવી NS400નું વજન 193 kg ડોમિનાર કરતાં ઓછું હોવાની શક્યતા છે.
તમને જણાવી દઈએ કે બજાજ એક જ સબ-400 સીસી સેગમેન્ટમાં 3 અલગ-અલગ એન્જિનનું ઉત્પાદન કરી રહી છે. તે 373 સીસી એન્જિન બનાવે છે જે ડોમિનારને પાવર આપે છે, જ્યારે ટ્રાયમ્ફ સ્પીડ 400 માટે 398 સીસી એન્જિન અને ત્રીજી પેઢીના કેટીએમ 390 ડ્યુક માટે 399 સીસી એન્જિન બનાવે છે.
એન્જિન
રિપોર્ટ્સ અનુસાર, નવી પલ્સર NS400માં 373cc એન્જિનનો ઉપયોગ કરી શકાય છે. આ એન્જિન 40hp જનરેટ કરે છે, જે ટ્રાયમ્ફના 399cc એન્જિન જેવું જ છે. તે છ-સ્પીડ ગિયરબોક્સ અને સ્લિપ આસિસ્ટ ક્લચ સાથે આવી શકે છે.
કિંમત
ડિઝાઇનના સંદર્ભમાં, નવી મોટરસાઇકલમાં NS200ના સ્ટાઇલિંગ તત્વો હોઈ શકે છે. નવી બજાજ પલ્સર NS400 ડોમિનાર 400ની નીચે સ્થિત હશે, જેની કિંમત રૂ. 2.3 લાખ છે. નવી બાઇકની કિંમત 2 લાખ રૂપિયાથી ઓછી હોઇ શકે છે અને તે ભારતમાં સૌથી સસ્તી 400cc બાઇક હોઇ શકે છે.