નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બુધવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું રૂ. 300 ઘટીને રૂ. 59,600 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 59,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ સમયગાળા દરમિયાન ચાંદી પણ 400 રૂપિયા ઘટીને 74,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. વૈશ્વિક બજારમાં સોનું અને ચાંદી અનુક્રમે 1,897 ડોલર પ્રતિ ઔંસ અને 22.80 ડોલર પ્રતિ ઔંસના સ્તરે આવી રહ્યા હતા.
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વે લાંબા સમય સુધી વ્યાજદર ઉપલા સ્તરે રહેવાના સંકેત આપ્યા બાદ ડૉલર વેગ પકડ્યો અને 10 મહિનાની નવી ટોચે પહોંચ્યો.