સાપની 3000 પ્રજાતિઓમાંથી, ફક્ત 375 જેટલા સાપ ઝેરી હોય છે.. આ સાપનું ઝેર ફક્ત નુકશાન જ નથી પહોચાડતું પણ આખરે મનુષ્યની જાન પણ લઈ શકે છે.. અને આ સાપોના ઝેરથી મનુષ્ય મરી પણ શકે છે.. આ 375 ઝેરી સાપોમાંથી 200 ઝેરી સાપો એવા છે જે મનુષ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે…આ 200 સાપમાં દુનિયાના સૌથી ખતરનાક 8 સાપ નીચે મુજબ છે..
બ્લેક માંબા (Black mamba)
વિશ્વનો સૌથી ઝેરી સાપ બ્લેક માંબા છે.. તે 11 વર્ષ સુધી જીવી શકે છે.. તેમ છતાં આ સાપ એક વર્ષમાં હજારો મૃત્યુ માટે જવાબદાર છે. બ્લેક માંબા 14 ફૂટ લાંબો હોય છે અને તેના ઝેરના માત્ર બે ટીપા સફળતાપૂર્વક કોઈ પણ માણસને મારી શકે છે. કોબ્રા અને કોરલ સાપની જેમ, મામ્બાના ઝેરમાં પણ ન્યુરોટોક્સિન હોય છે..
કોબ્રા (Cobra)
કોબ્રા એક સરીસૃપ પ્રાણી છે તેની ગણતરી પેટ વડે ઘસડાઈને ચાલતા પ્રાણીઓના વર્ગમાં થાય છે.અંગ્રેજીમાં તેને રેપ્ટાઇલ વર્ગ કહેવાય છે..કોબ્રાનું ભારતીય નામ ‘નાગ’ છે..સામાન્ય રીતે ભારતીય કોબ્રાની લંબાઈ ૧.૭ મીટર થી ૨.૨ મીટર સુધીની હોય છે. કોબ્રાનો ખોરાક નાના સ્તનવર્ગનાં જીવો,સરકતા જીવો અને જળચર પ્રાણીઓ છે..કોબ્રા પોતાના શિકારને આજગરની જેમ આખો જ ગળી જાય છે. કોબ્રા ઝેરમા ન્યુરોટોક્સીની માત્રા ખુબ જ વ્યાપક હોય છે. જે સીધી જ્ઞાનતંતુઓ પર અસર કરે છે.જેના કારણે શરીરની માંસપેશીઓ નિષ્ક્રિય થઈ જાય છે. તથા શરીરને લકવો થઈ જાય છે.
પફ એડડર ( Puff Adder)
પફ એડડર સૌથી ઝેરી આફ્રિકન સાપની પ્રજાતિમાની એક છે, તેને મોટાભાગના માનવ મૃત્યુ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આ સાપની લંબાઈ લગભગ 1 મીટર હોય છે. પફ એડડરનો ખોરાક સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને ગરોળીઓ છે. આ સાપને ખુબ જ ખરાબ સ્વભાવના સાપ કહેવામાં આવે છે..આ સાપ ક્યારેય કેદમાં સ્થાયી થતા નથી..
કોસ્ટલ તાઈપાન (Coastal taipan)
કોસ્ટલ તાઈપાન પૃથ્વી પરનો સૌથી જીવલેણ અને ઝડપી સાપ છે. જેનું ઝેર ખુબ જ ઝડપથી ફેલાય છે અને આ સાપ ખુબ જ ઝડપથી કાર્ય કરે છે, તે મનુષ્યને 30 મિનિટની અંદર મારી નાખે છે. કોસ્ટલ તાઈપાન ઓસ્ટ્રેલિયાનો સૌથી લાંબો અને ઝેરી સાપ છે.. આ સાપની લંબાઈ વધુમાં વધુ 2.9 મીટર હોય છે.
ટાઈગર સ્નેક ( Tiger Snake)
ટાઇગર સ્નેક એટલે કે ટાઇગર સાપ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. તેના ડંખની ર૪ મિનિટ બાદ વ્યકિતનું મૃત્યુ થઈ જાય છે. જો કે તેના ડંખની એન્ટી વેનમ હોવા છતાંયે ૭૭ ટકા લોકો આ સાપના ઝેરથી મરી જાય છે. આ સાપની કુલ લંબાઈ આશરે ૧.૨ મીટર હોય છે.. ટાઈગર સ્નેકની પણ ઘણી ઉપજાતીઓ જોવા મળે છે જેમકે કોમન ટાઈગર સ્નેક, વેસ્ટર્ન ટાઈગર સ્નેક,ચેપલ આઇસલેન્ડ સ્નેક, કિંગ આઇસલેન્ડ સ્નેક વગેરે..
બ્લુ ક્રેટ સાપ (Blue Krait)
બ્લુ ક્રેટ સાપ એટલો લોકપ્રિય નથી, પરંતુ આ સાપનું ઝેર કોબ્રા કરતા અનેકગણો ખતરનાક હોય છે.. બ્લુ ક્રેટ એશિયામાં જોવા ઓછો જોવા મળતો સૌથી ઝેરી સાપ છે અને બ્લુ ક્રેટનો વિશ્વના સૌથી ભયંકર સાપમાં સમાવેશ થાય છે..આ સાપ નીચાણવાળા વિસ્તારોથી લઈને 1200 મીટર ઉચાઇ સુધીના વિવિધ પ્રકારના નિવાસોમાં જોવા મળે છે, જે ઘણી વાર પાણીના સ્ત્રોતની નજીક હોય છે.ભારતીય ક્રેટને પણ બ્લુ ક્રેટના સામાન્ય નામથી પણ ઓળખવામાં આવે છે પરંતુ સાપની આ સમાન જાતિ હોવા છતાં બ્લુ ક્રેટ સાપ અને ભારતીય ક્રેટ બે સંપૂર્ણપણે અલગ પ્રજાતિઓ છે.
સો-સ્કેલ વાઈપર સાપ (Saw-Scaled Viper)
આ સાપ આફ્રિકા, અરેબિયા અને દક્ષિણપશ્ચિમ એશિયાના ઉત્તર શુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. આ સાપનું નાનું કદ હોવા છતાં તેનો ગુસ્સાવાળો સ્વભાવ અને જીવલેણ ઝેર તેમને અપવાદરૂપે જોખમી બનાવે છે. આ સાપ ખુબ ઝડપી શિકાર કરે છે અને આ સાપથી કરડેલા લોકોનો મૃત્યુ દર ખુબ વધારે છે. સો-સ્કેલ વાઈપર સાપ અન્ય તમામ સાપ જાતિઓ કરતાં વધુ માનવ મૃત્યુ માટે જવાબદાર છે..
હાઇડ્રોફિસ બેલ્ચેરી (Hydrophis belcheri)
દુનિયાનો સૌથી ઝેરી દરિયાઇ સાપ હાઇડ્રોફિસ બેલ્ચેરી છે. તે જમીન પરના ઝેરી સાપ કરતાં ૧૦૦ ગણો વધારે ઝેરી છે. બેલ્ચરનો સમુદ્ર સાપ મધ્યમ કદનો હોય છે,તેની સામાન્ય લંબાઈ આશરે 0.5 થી 1 મીટર હોય છે. આ પ્રજાતિનું નામ પ્રથમ વખત જ્હોન એડવર્ડ ગ્રેએ 1849 માં રાખ્યું હતું. આ સાપ પાતળો હોય છે..જેમાં સામાન્ય રીતે ઘાટા લીલાશ પડતા અથવા પીળા રંગના ક્રોસબેન્ડ્સ જોવા મળે છે..