છેલ્લા સપ્તાહમાં ટોચની 10માંથી 8 કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં આ કંપનીઓના માર્કેટ કેપમાં સામૂહિક રીતે રૂ. 2,28,690.56 લાખ કરોડનો ઘટાડો થયો છે. આ અઠવાડિયે શેરબજારમાં માત્ર 4 દિવસનો વેપાર થયો. ગણેશ ચતુર્થીના અવસર પર મંગળવારે શેરબજાર બંધ રહ્યા હતા.
ગયા સપ્તાહે, BSE બેન્ચમાર્ક 1,829.48 પોઈન્ટ અથવા 2.69 ટકા અને નિફ્ટી 518.1 પોઈન્ટ અથવા 2.56 ટકા ઘટ્યો હતો.
ટોપ 10 પેકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, ICICI બેન્ક, ઈન્ફોસિસ, ITC, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ભારતી એરટેલ અને બજાજ ફાઈનાન્સના એમ-કેપમાં ઘટાડો થયો છે. તે જ સમયે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને હિન્દુસ્તાન યુનિલિવરના એમકેપમાં વધારો થયો છે.
કોણે કેટલું મેળવ્યું અને કેટલું ગુમાવ્યું?
HDFC બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 99,835.27 કરોડ ઘટીને રૂ. 11,59,154.60 કરોડ થયું હતું. ગયા સપ્તાહે કંપનીના શેરમાં લગભગ 8 ટકાનો ઘટાડો થયો હતો. આ પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું મૂલ્યાંકન રૂ. 71,715.6 કરોડ ઘટીને રૂ. 15,92,661.42 કરોડ થયું હતું. ગયા ટ્રેડિંગ સપ્તાહે કંપનીના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.
ICICI બેન્કનું મૂલ્યાંકન રૂ. 29,412.17 કરોડ ઘટીને રૂ. 6,65,432.34 કરોડ અને ભારતી એરટેલનું મૂલ્ય રૂ. 12,964.55 કરોડ ઘટીને રૂ. 5,10,759.01 કરોડ થયું હતું. ઈન્ફોસિસની માર્કેટ મૂડી રૂ. 6,744.34 કરોડ ઘટીને રૂ. 6,20,893.53 કરોડ અને ITCની માર્કેટ મૂડી રૂ. 6,484.52 કરોડ ઘટીને રૂ. 5,52,680.92 કરોડ થઈ હતી.
બજાજ ફાઇનાન્સનું એમકેપ રૂ. 1,266.37 કરોડ ઘટીને રૂ. 4,52,773 કરોડ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું એમકેપ રૂ. 267.74 કરોડ ઘટીને રૂ. 5,33,781.04 કરોડ થયું હતું. જોકે, હિન્દુસ્તાન યુનિલિવરે રૂ. 2,913.49 કરોડ ઉમેર્યા હતા અને તેનું મૂલ્યાંકન રૂ. 5,83,239.04 કરોડ થયું હતું. TCSનો એમકેપ રૂ. 1,024.53 કરોડ વધીને રૂ. 13,18,228.14 કરોડ થયો હતો.
ટોપ-10 કંપનીઓનું રેન્કિંગ
ટોપ-10 કંપનીઓની રેન્કિંગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોપ પર છે. આ પછી TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ થાય છે.