ટ્વિટર આજે વૈશ્વિક ચર્ચા માટેનું દુનિયાનું સૌથી મોટું માધ્યમ બની ગયુ છે. મનોરંજન, રાજકારણથી માંડી સ્પોર્ટ્સ કે રોજ બરોજ ઘટતી વિવિધ ઘટનાઓ ટ્વિટર પર ચમકતી રહે છે અને લોકો તેના પર ચર્ચા પણ કરતા હોય છે.
ટ્વિટર દ્વારા વર્ષ 2019માં કરવામાં આવેલ ટ્વિટના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યુ હતું. જેમાં દેશની 17મી લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું #VijayiBharatની સાથે કરેલું ટ્વીટ આ વર્ષે સૌથી લોકપ્રિય ટ્વીટમાંનું એક છે.
વડાપ્રધાન મોદી ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાયા
આ ટ્વીટ્સમાં બ્રેકિંગ ન્યૂઝ, મનોરંજન, સ્પોર્ટ્સ, રાજકારણ અને સામાજિક મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. ટ્વીટરે જણાવ્યું કે, “ટોચની ટ્વીટ્સ, સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા હેશટેગ, સૌથી વધુ ચર્ચામાં આવેલા એકાઉન્ટ્સ તમારા ચહેરા પર સ્માઈલ પણ લાવશે, તમને થોડા રડાવશે અને કેટલીક ટ્વીટ એવી પણ હતી જેણે તમારા હૃદયનો ધબકારો ચૂકવી દીધો હતો.”
વડાપ્રધાન મોદી પર રહે સોશિયલ મીડિયા પર રહે છે ખૂબ જ એક્ટિવ
#loksabhaelections2019, #chandrayaan2 અને #cwc19થી માંડીને અનેક હેશટેગે આ વખતે ટ્વીટર પર ધડબડાટી બોલાવી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકસભા ચૂંટણીમાં મળેલા વિજય પછી કરવામાં આવેલી ટ્વીટ “ગોલ્ડન ટ્વીટ ઓફ ઈન્ડિયા” બની છે.