નબળા વૈશ્વિક અને સ્થાનિક સંકેતોને કારણે શેરબજારની શરૂઆત નબળી રહી હતી. બજારના મુખ્ય ઈન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા છે. BSE સેન્સેક્સ 330 પોઈન્ટ ઘટીને 66,500ની નીચે સરકી ગયો. નિફ્ટી પણ 80 પોઈન્ટ ઘટીને 19,800ની સપાટીએ પહોંચી ગયો છે. શેરબજારમાં ગુરુવારે સતત ત્રીજા દિવસે નબળાઈ નોંધાઈ રહી છે.
આ શેરો પર દબાણ
માર્કેટ સેલિંગમાં સૌથી વધુ ઘટાડો પ્રાઈવેટ બેન્કિંગ, ફાઈનાન્સિયલ અને આઈટી સેક્ટરમાં જોવા મળ્યો છે. નિફ્ટીમાં એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંકના શેર દરેકમાં 1% કરતા વધુ ઘટ્યા છે. જ્યારે ડૉ.રેડ્ડીના શેરમાં દોઢ ટકાનો વધારો થયો છે. આ પહેલા બુધવારે BSE સેન્સેક્સ 796 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 66,800 પર બંધ થયો હતો.
શેરબજાર કેમ ઘટી રહ્યું છે?
વૈશ્વિક બજારમાં વેચવાલી
યુએસ FEDએ દરમાં વધારો કરવાના સંકેત આપ્યા
બોન્ડ યીલ્ડ 4.45% સાથે 16 વર્ષની ઊંચી સપાટીએ
ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે
હેવીવેઈટ શેરોમાં દબાણ જોવા મળી રહ્યો છે