કહેવામાં આવે છે કે, શિયાળામાં જેટલું ખાવામાં આવે તેટલું ઓછું છે. આ ઉપરાંત શિયાળાની ઋતુમાં સ્વાથ્યની વિશેષ તકેદારી રાખવી પડે છે. કરણ કે, શિયાળામાં ખાવામાં આવેલ ખોરાક પછીની સિઝનમાં પણ ઘણો ફાયદાકારક સાબિત થાય છે. મોટા ભાગે શિયાળામાં તાજા શાકભાજી તેમજ જાત જાતના અવનવા ફાળો માર્કેટમાં જોવા મળે છે. આ ફળો અને શાકભાજી એ સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો , જોઈએ કેટલાક મહત્વના ફળો , જે શિયાળામાં ખાવા ઘણા લાભદાયી છે.
સફરજન
આંખોની નીચે આવતા ડાર્ક સર્કલને દૂર કરવામાં સફરજન ઘણું ફાયદાકારક સાબિત થાય છે. સફરજનનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે તેમજ સ્કિન કેન્સર અને ડાયાબિટીસની બીમારીમાં ઘણી રાહત અનુભવાય છે.
કેળા
દરરોજ સવારે 12 વાગ્યા પહેલાં 1 કેળાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને હૃદયનું સ્વાથ્ય જળવાઈ રહે છે.
ક્રેનબેરી
અડધો કપ ક્રેનબેરીમાં 25 કેલરી હોય છે. તેનું સેવન કરવાથી કેન્સર અને બ્લડ પ્રેશર સામે રક્ષણ મળે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ ક્રેનબેરી ફાયદાકારક છે.
સ્ટ્રોબેરી
આંખોની સમસ્યાથી બચવા માટે સ્ટ્રોબેરી ઘણી ફાયદાકારક છે. હૃદય સંબંધિત કોઈ પણ પ્રકારની બીમારીઓ સામે પણ તે રક્ષણ આપે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ સ્ટ્રોબેરી ફાયદાકારક છે.
નાશપતિ
નાશપતિનું સેવન કરવાથી હાડકાઓ મજબૂત બને છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે નાસપતિનું સેવન ઘણું ફાયદાકારક સાબિત થાય છે.
દ્રાક્ષ
દ્રાક્ષનું સેવન કરવાથી ચામડીના ડાઘાઓ દૂર થાય છે. તેનું સેવન બ્રેસ્ટ કેન્સર સામે લડવામાં પણ ઘણી મદદ કરે છે.
મોસંબી
મોસંબીમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે. અસ્થમાના દર્દીઓએ ખાસ તેનું સેવન કરવું જોઈએ.
સીતાફળ
સીતાફળ ખાવાથી પાચનક્રિયા જળવાઈ રહે છે. એનિમિયા સામે પણ આ ફળ રક્ષણ પૂરું પાડે છે.
ચીકૂ
ચીકૂ હાડકાંઓને મજબૂત કરે છે. તેનું સેવન કરવાથી ચામડી ખીલે છે અને વજન નિયંત્રણમાં રહે છે.
પાઈનેપલ
પાઈનેપલ હીલિંગ પ્રોસેસને ઝડપી બનાવે છે. તે કેન્સર સામે રક્ષણ આપે છે. શરદી-ઉધરસમાં પણ તે લાભદાયી છે.
અંજીર
અંજીરનું સેવન કરવાથી હાડકાંઓ મજબૂત બને છે. તેમાં રહેલા ફાઈબર વજન ઘટાડવામા મદદ કરે છે.
જામફળ
જામફળનું સેવન કરવાથી તણાવ દૂર થાય છે. તેનાથી લોહીનું પરિભ્રમણ સારું રહે છે.
ખજૂર
ખજૂર એક વેટ ગેઇન ટોનિક છે. તેનાં સેવનથી હાડકાઓ મજબૂત બને છે.
નારંગી
નારંગીમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી રહેલું છે. તેનાં સેવનથી હૃદયનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
કિવી
કિવીનું સેવન કરવાથી અનિદ્રાની બીમારીમાં રાહત મળે છે. તેનાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.