ઇન્ટરનેટ પર સેમસંગના અપકમિંગ સ્માર્ટફોન ગેલેક્સી A71ની રેન્ડર (ગ્રાફિક્સથી બનેલી તસવીર) વાઇરલ થઈ રહી છે. વાઇરલ થયેલી તસવીરો મુજબ આ ફોનમાં ગેલેક્સી A51 એવી ડિઝાઇન આપવામાં આવી છે.
ગેલેક્સી A71નાં રેન્ડર્સને ટેક એક્સપર્ટ ઈવાન બ્લાસ દ્વારા લીક કરવામાં આવી છે. તસવીરોમાં જોઈ શકાય છે ફોનમાં પાતળી બેઝલ આપવામાં આવશે અને તેમાં હોલ પંચ ડિસ્પ્લે મળશે.
ગેલેક્સી A71 સ્માર્ટફોનમાં L શેપમાં 4 રિઅર કેમેરા મળશે.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમાં 48MPનો પ્રાઈમરી કેમેરા સામેલ છે. ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર અને 8GB સુધીની રેમ મળી શકે છે.
આ સાથે જ સેમસંગના અપકમિંગ સ્માર્ટફોન ગેલેક્સી A11નાં કેટલાક સ્પેસિફિકેશન લીક થયા છે. તેને ટેક વેબસાઈટ ગીકબેન્ચ પર લિસ્ટ કરવામાં આવ્યાં છે. તે મુજબ ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને
ક્વૉલકોલ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવી શકે છે. ફોનમાં 32GB સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ પણ આપવામાં આવશે.આ ફોનને ગેલેક્સી A10નાં અપગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે.