સોમવારે શેરબજાર નબળું ખુલ્યું હતું. વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોને કારણે મુખ્ય સૂચકાંકો નકારાત્મક ખુલ્યા હતા. BSE સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટ ઘટીને 67,600ની નજીક આવી ગયો છે. નિફ્ટી પણ 60 પોઈન્ટ ઘટીને 20,100ની સપાટીએ સરકી ગયો છે. આઈટી શેરોમાં વેચવાલીથી બજાર પર દબાણ છે. HCL TECH, Infosys, Wipro નિફ્ટીમાં ટોપ લોઝર છે, જ્યારે HDFC લાઈફ ટોપ ગેનર છે. આ પહેલા શુક્રવારે ભારતીય બજારો સર્વકાલીન ઊંચા સ્તરે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 67,838 પર બંધ રહ્યો હતો.