ઉત્તરાખંડ: રાજ્ય વક્ફ બોર્ડના અધ્યક્ષે મદરસામાં ભણાવવામાં આવતા વિષયોને લઈને મોટો નિર્ણય લીધો છે. આ નવા નિર્ણય મુજબ ઉત્તરાખંડની મદરેસાઓમાં પણ સંસ્કૃત ભણાવવામાં આવશે. તેમના દ્વારા લેવામાં આવેલા આ નવા નિર્ણય બાદ કોંગ્રેસ તેમને ટોણો મારી રહી છે.
વકફ બોર્ડના અધ્યક્ષે શું કહ્યું?
આ નવા નિર્ણયની જાહેરાત કરતા રાજ્ય વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમસે જણાવ્યું હતું કે, “રાજ્યની મદરેસાઓમાં NCERT હેઠળના વિષયો ભણાવવામાં આવશે. આ માટે અહીં નવી અને આધુનિક મદરેસાઓ પણ બનાવવામાં આવી રહી છે.”
તેમણે વધુમાં કહ્યું કે, સંસ્કૃત વિષયને પ્રોત્સાહન આપવા માટે કુરાન સંસ્કૃતમાં લખવામાં આવ્યું છે. આ કુરાનને મદરેસા શિક્ષણ સમિતિમાં પણ સામેલ કરવામાં આવી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આડે હાથ લીધા
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કરણ મહારાએ ઉત્તરાખંડના વકફ બોર્ડના અધ્યક્ષના આ નિર્ણય પર ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું, “હું બોર્ડની આ પહેલને આવકારું છું. રાજ્યની મદરેસાઓમાં સંસ્કૃતની સાથે અન્ય ભાષાઓ શીખવવાની જરૂર છે જેથી વિદ્યાર્થીઓને અન્ય ભાષાઓનું પણ જ્ઞાન મળી શકે.”
વકફ બોર્ડના ચેરમેન પર કટાક્ષ કરતા તેમણે વધુમાં કહ્યું હતું કે આજકાલ બોર્ડના ચેરમેન સિસ્ટમની નજીક જવા માટે ચુસ્તીમા વ્યસ્ત છે.
તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના મદરેસાઓમાં સંસ્કૃત ભણાવવાની માંગ લગભગ 6 વર્ષ પહેલા તત્કાલિન મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતના શાસન દરમિયાન કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ મદરેસા વેલ્ફેર સોસાયટીની આ માંગને ફગાવી દેવામાં આવી હતી.