શાહરૂખ ખાનની ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે. રિલીઝના પહેલા જ દિવસે જવાને દેશભરમાં 125.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વિશ્વભરમાં બીજા દિવસે કમાણીનો આંકડો 109.24 કરોડ રૂપિયા હતો. આ રીતે માત્ર બે દિવસમાં શાહરૂખ, નયનથારા અને વિજય સેતુપતિની ફિલ્મે બોક્સ ઓફિસ પર 234 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવો ઈતિહાસ આજ સુધી કોઈએ રચ્યો નથી અને આ રેકોર્ડ તોડવામાં કોઈ પણ ફિલ્મને સાત આયુષ્યનો સમય લાગશે. જવાન હિન્દી સિનેમાની પહેલી ફિલ્મ છે, જેણે માત્ર બે દિવસમાં 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.
ત્રીજા દિવસની વાત કરીએ તો બોક્સ ઓફિસ ટ્રેકર સચનિલ્કના ડેટા અનુસાર, જવાન ભારતમાં ત્રીજા દિવસે 70 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. જો આ આંકડો સાચો હોય તો ફિલ્મનું ડોમેસ્ટિક કલેક્શન 197.50 કરોડ રૂપિયા થઈ જશે. વિશ્વભરમાં આ આંકડો 300 કરોડને પાર કરી જશે. મતલબ કે એકાદ-બે દિવસમાં જવાન પોતાનું બજેટ પણ રિકવર કરી લેશે. યુવા દર્શકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો થિયેટરોમાં પહોંચી રહ્યા છે.
Jawan WW Box Office
ENTERS ₹200 cr club in just two days.
The film is looking good to post excellent numbers today and tomorrow at the box office.
All set to register one of the BIGGEST weekend for a bollywood film across the world.
Day 1 – ₹ 125.05 cr
Day 2 – ₹ 109.24 cr… pic.twitter.com/xN4lu6AHXs— Manobala Vijayabalan (@ManobalaV) September 9, 2023
તમને જણાવી દઈએ કે, જવાન 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે, જેમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાને આ ફિલ્મમાં પિતા અને પુત્ર બંનેની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં નયનથારા અને વિજય સેતુપતિ પણ મહત્વની ભૂમિકામાં છે. જ્યારે દીપિકા પાદુકોણ તેમાં કેમિયો રોલમાં છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને રિદ્ધિ ડોગરા પણ જોવા મળી છે.