GoPro Hero 12 Black લૉન્ચ કરવાની સાથે કંપનીએ Max Lens Mod 2.0 પણ રજૂ કર્યો છે. કંપનીનો દાવો છે કે ગ્રાહકોને અગાઉના વર્ઝનની સરખામણીમાં આ નવા કેમેરામાં ઘણા નવા અપગ્રેડ જોવા મળશે. ડિઝાઇન વિશે વાત કરીએ તો, GoPro Hero 12 Black જુના Go Pro મોડલ જેવો જ દેખાય છે.
Go Pro એ ભારતમાં નવો એક્શન કેમેરા લોન્ચ કર્યો છે. જો તમે બ્લોગિંગ કરો છો અથવા વિડિયો અથવા ફોટોગ્રાફી સંબંધિત કંઈપણ કરો છો, તો તમને GoPro Hero 12 Blac ખૂબ જ ગમશે. અગાઉના મોડલ્સની સરખામણીમાં કંપનીએ તેના લેટેસ્ટ એક્શન કેમેરામાં ઘણી બધી સુવિધાઓ પ્રદાન કરી છે. કંપનીએ GoPro Hero 12 બ્લેકમાં મોટા કદના કેમેરા સેન્સર આપ્યા છે, જે ઉચ્ચ ગુણવત્તામાં ફોટો વીડિયો શૂટ કરવામાં સક્ષમ છે.
GoPro Hero 12 Black લૉન્ચ કરવાની સાથે કંપનીએ Max Lens Mod 2.0 પણ રજૂ કર્યો છે. કંપનીનો દાવો છે કે આ નવા કેમેરામાં ગ્રાહકોને અગાઉના વર્ઝનની સરખામણીમાં ઘણા નવા અપગ્રેડ જોવા મળશે. કંપનીએ વર્ચ્યુઅલ કેપ્ચર મોડ, બ્લૂટૂથ જેવા ફીચર્સ સાથે GoPro Hero 12 Blackને માર્કેટમાં લોન્ચ કર્યો છે.
5k રિઝોલ્યુશનમાં વીડિયો રેકોર્ડ કરી શકાય છે
ડિઝાઇન વિશે વાત કરીએ તો, GoPro Hero 12 Black જુના Go Pro મોડલ જેવો જ દેખાય છે. કંપનીએ તેના લુક અને ડિઝાઈનમાં વધારે ફેરફાર કર્યો નથી. હાર્ડવેરમાં નાના ફેરફારો જોઈ શકાય છે. આ નવો એક્શન કેમેરા વીડિયો રેકોર્ડિંગમાં HDR ફીચરને સપોર્ટ કરે છે. GoPro Hero 12 Black ના કેમેરા વડે 4k અને 5.3k રિઝોલ્યુશનમાં વીડિયો રેકોર્ડ કરી શકાય છે. એટલું જ નહીં, આ વખતે કંપનીએ વર્ચ્યુઅલ કેપ્ચર મોડ આપ્યો છે જે 9:16ના રેશિયોમાં ફોટો અને વીડિયો શૂટ કરી શકે છે. ટાઈમ લેપ્સ, ટાઈમ રેપ, નાઈટ લેપ્સ, નાઈટ ઈફેક્ટ્સ જેવા ફીચર્સ પણ આ કેમેરામાં ઉપલબ્ધ છે.
એક્શન વીડિયોને ધ્યાનમાં રાખીને, કંપનીએ GoPro Hero 12 Blackમાં HyperSmooth 6.0 ફીચર આપ્યું છે. તેની મદદથી તમે અગાઉના ગો પ્રો કેમેરા કરતાં ચાર ગણા વધુ સારા સ્ટેબિલાઈઝેશન સાથે વીડિયો રેકોર્ડ કરી શકો છો. GoPro Hero 12 Black માં, કંપનીએ તેના વપરાશકર્તાઓને એક નવું ઇન્ટરવલ ફોટો ફીચર આપ્યું છે. તેની મદદથી આગામી 120 સેકન્ડ માટે 0.5 સેકન્ડના અંતરાલથી ફોટો કેપ્ચર કરી શકાય છે. આ સાથે તમને તેમાં વાયરલેસ ઓડિયો રેકોર્ડિંગ ફીચર પણ મળે છે.
33 ફૂટ ઊંડાઈ સુધી પાણીમાં કામ કરશે
Go Pro એ GP2 સેન્સર સાથે GoPro Hero 12 Black લોન્ચ કર્યો છે જે 1/1.9-ઇંચ સેન્સર છે. આ સેન્સર 8:7 આસ્પેક્ટ રેશિયોના ફોર્મેટને સપોર્ટ કરે છે. તેની ફ્રન્ટ સાઇડમાં 2.27 ઇંચની ડિસ્પ્લે છે જે શૂટ કરવાના ફોટોનો પ્રીવ્યૂ દર્શાવે છે. આ કેમેરા પાણીમાં 33 ફૂટ સુધી ફોટો અને વીડિયો શૂટ કરી શકે છે. GoPro Hero 12 Black ના બેઝ વેરિઅન્ટને કંપની દ્વારા 45 હજાર રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે જ્યારે તમને તેની ક્રિએટર્સ એડિશન 65 હજાર રૂપિયામાં મળશે.