દેશભરમાં 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રક્ષાબંધનના દિવસે એક ભાઈ તેની બહેનને તેની રક્ષા કરવાનું વચન આપે છે. તમે પણ રક્ષાબંધનના દિવસે તમારી બહેનને આર્થિક સુરક્ષા આપીને આ તહેવારને ખાસ બનાવી શકો છો.
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC)
સરકાર દ્વારા આ વર્ષે એપ્રિલથી મહિલા સન્માન બચત પ્રમાણપત્રની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના મહિલાઓની બચતને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે અને 7.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આમાં બે વર્ષ માટે વધુમાં વધુ 2,00,000 રૂપિયાનું રોકાણ કરી શકાય છે.
FD
હાલમાં વ્યાજ દર તેના સર્વોચ્ચ સ્તરે ચાલી રહ્યો છે. તેથી બેંક FD ભેટ આપવી એ એક સ્માર્ટ નિર્ણય હોઈ શકે છે. આમાં રોકાણ સંપૂર્ણપણે સલામત છે અને રકમ ડૂબવાનું જોખમ નથી.
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC)
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એટલે કે NSC પોસ્ટ ઓફિસની સ્કીમ છે. તે પાંચ વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે. આ સાથે આવકવેરાની કલમ 80Cની કર મુક્તિનો લાભ પણ મળે છે.
કિસાન વિકાસ પત્ર (KVP)
કિસાન વિકાસ પત્ર (KVP) એક પોપ્લર યોજના છે. તેના પર 7.5 ટકા વ્યાજ મળે છે. આ સ્કીમમાં 115 મહિનામાં પૈસા ડબલ થઈ જાય છે. તમે તેમાં 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો અને 100 રૂપિયાના ગુણાંકમાં રોકાણ વધારી શકો છો.
વીમા
આ રાખી પર તમે તમારી બહેનોને વીમો પણ ભેટમાં આપી શકો છો. આરોગ્ય અથવા જીવન વીમો સારો વિકલ્પ છે. આનાથી તમારી બહેનોને મુશ્કેલીના સમયમાં આર્થિક સમસ્યાનો સામનો કરવો નહીં પડે.