કેએલ રાહુલઃ ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ વર્લ્ડ કપ રમાવાનો છે. પરંતુ શું કેએલ રાહુલ વર્લ્ડ કપ સુધી ફિટ રહેશે? વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે કેએલ રાહુલ?
KL Rahul Injury: એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, ભારતીય ટીમનો વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ ટૂર્નામેન્ટની પ્રથમ બે મેચનો ભાગ નહીં હોય. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કેએલ રાહુલની ઈજા કેટલી ગંભીર છે અને તે ક્યાં સુધી સંપૂર્ણ રીતે ફિટ રહી શકશે? કેએલ રાહુલની ઈજાએ ટીમ મેનેજમેન્ટની મુશ્કેલી વધારી દીધી છે. એશિયા કપ બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 3 વનડે મેચોની સીરીઝ રમશે.
શું KL રાહુલ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે?
ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ વર્લ્ડ કપ રમાવાનો છે. પરંતુ શું કેએલ રાહુલ વર્લ્ડ કપ સુધી ફિટ રહેશે? વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે કેએલ રાહુલ? કેએલ રાહુલની ફિટનેસ પર સવાલ ઉઠી રહ્યો છે. કેએલ રાહુલ એશિયા કપની પ્રથમ 2 મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં હોય. જો કે, આ પછી તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે… અત્યારે આ એક મોટો પ્રશ્ન છે.
એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો.
તાજેતરમાં એશિયા કપ માટે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ભારતીય ટીમમાં લાંબા સમય બાદ ઈજાથી પીડિત કેએલ રાહુલની વાપસી થઈ છે. પરંતુ હવે ભારતીય ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આઈપીએલ 2023 સીઝન દરમિયાન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે મેદાનથી દૂર થઈ ગયો હતો. મહત્વપૂર્ણ છે કે એશિયા કપમાં ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાવાની છે. આ રીતે કેએલ રાહુલ ભારત-પાકિસ્તાન મેચનો ભાગ નહીં બને.