અરવિંદ ત્રિવેદીએ એવું નામ છે જેને સાભંળતા જ આપણને રાવણની યાદ આવી જાય……..અને આખો દેશ તેને રાવણના નામથી ઓળખે છે…….રામાનંદ સાગરની રામાયણમાં તેમને રાવણની ભૂમિકા ભજવી હતી……અને આ કિરદાર અત્યારે પણ લોકોને યાદ છે…..તેમના અવાજમાં દમ હતો…રાવણના કિરદામમાં તેમનો અવાજ પણ અત્યારે દરેક લોકોને યાદ છે…….તેમના દ્વારા કરવામાં આવેલી એકટિંગ એટલી સાચી લાગતી હતી કે એ એકટિંગ નહીં પણ સાચે જ રાવણ હોય……આજે તેમના જન્મદિવસ જાણીએ શુ છે તેની કહાની અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશ ઇન્દૌરમાં થયો હતો,તેમના પિતા મેનેજર હતા અને રાતે રામલીલામાં કામ કરતા હતા……તેના ભાઇ એક એક્ટર અને નિર્માત અને નિર્દેશક હતા……અરવિંદે પણ તેના ભાઇ અને પિતાની જેમ એક્ટિંગની શરૂઆત કરી…..
શરૂઆતમાં અરવિંદ પોતાની ગલીમાં યોજાતિ રામલીલામાં એક્ટિંગ કરતા……લોકોને તેમની એક્ટિંગ ખૂબ પસંદ આવતી,રંગમંચમાં અરવિંદએ સારી નામના મેળવી હતી…..ત્યારબાદ તેમને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું…….તેમને ઘણીબધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું………તેમને જેટલી ફિલ્મોમાં કામ કર્યુ તેમા મોટે ભાગે અરવિંદ વિલનની ભૂમિકામાં હતા…….ત્યારબાદ તેમને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યુ…….અને ત્યારબાદ તેમને રામાનંદ સાગરની સીરિયલ માટે તેમને પૂછવામાં આવ્યું કે તમે કયો રોલ કરવા માંગો છો તો તેમને કેવટનો રોલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી પરંતુ તેમની છબિ એવી હતી કે તેમને રાવણનો રોલ મળ્યો અને આ રોલથી તે દેશ અને વિદેશમાં જાણીતા થયા………