Delhi government school -રાજધાની દિલ્હીના દુર્ગા પાર્ક સ્થિત દિલ્હીની સરકારી શાળામાંથી ડરામણા સમાચાર સામે આવ્યા છે. અહીં, શાળામાં આપવામાં આવતું મધ્યાહન ભોજન ખાતા 50 બાળકોની તબિયત અચાનક લથડી હતી. બાળકોની બગડતી હાલત જોઈને તમામને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હીની દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં બાળકોની સારવાર ચાલી રહી છે.
કેવી રીતે બીમાર થયા?
અત્યાર સુધીના અહેવાલો અનુસાર સરકારી શાળામાં મધ્યાહન ભોજનમાં આપવામાં આવતું સોયા મિલ્ક પીધા બાદ બાળકોની તબિયત બગડવા લાગી હતી. લગભગ 50 બાળકોની હાલત થોડી જ વારમાં બગડી, ત્યારબાદ તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
અત્યારે કેવી હાલત છે?
સરકારી શાળાઓમાં મિડ-ડે મીલ ખાધા બાદ બાળકો બીમાર પડવાના મુદ્દે પણ સરકારે સંજ્ઞાન લીધું છે. દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ તમામ બાળકોની હાલત હવે સ્થિર છે.
પ્રદાતાને સૂચના
આ મામલે કાર્યવાહી કરતા દિલ્હી સરકારે સંબંધિત શાળાના મધ્યાહન ભોજન પ્રદાતાને કારણ બતાવો નોટિસ જારી કરી છે. દિલ્હી સરકારે કહ્યું છે કે આ કેસમાં જે પણ દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે દિલ્હીમાં તમામ મિડ-ડે મીલ પ્રોવાઈડર્સને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube