બોલિવૂડ એકટ્રેસ કરીનાકપૂર ખાન પોતાની ખૂબસુરતી અને સ્ટાઇલ માટે જાણીતી છે. તે હંમેશા સ્પષ્ટ શબ્દોમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. આ સંજોગોમાં હાલમાં તેણે આપેલા એક જવાબનો વીડિયો સોશિયલમીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કરીનાની હાજરજવાબી લોકોને પસંદ પડી રહી છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામના અનેક પેજ પર જોવા મળી રહ્યો છે. આ વીડિયો એક પબ્લિક ઇવેન્ટનો છે………આ વીડિયોમાં કરીના કપૂર ખાનને સવાલ કરવામાં આવ્યો હતો કે તેને કપૂર પસંદ છે કે ખાન ત્યારે કરીનાએ જવાબ આપતા કહ્યું હતું કે મારી પાસે બંને અટક છે અને અહીં કોઈ અટક ઉતરતી નથી. કરીનાનો આ જવાબ લોકોને બહુ પસંદ પડ્યો હતો અને તેમણે જવાબને તાળીઓના ગડગડાટથા વધાવી લીધો હતો……..કરીના કપૂર હાલમાં મેલબોર્ન પહોંચી હતી અને ત્યાં તેણે બેકલેસ સિલ્વર ગાઉનની તસવીરો પડાવી હતી. આ તસવીરો પણ વાઇરલ થઈ હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના બહુ જલ્દી પહેલાં ઇંગ્લિશ મીડિયમમાં અને પછી લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે.
કરીના કપૂરનો વિડિયો થઇ રહ્યો છે વાઇરલ

By
Chintan Mistry
1 Min Read

You Might Also Like
- Advertisement -
- Advertisement -
Popular News
- Advertisement -