જ્યારે ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ સિનેમાઘરોમાં આવી, ત્યારે તેણે માત્ર બોક્સ ઓફિસ પર જ કમાણી કરી ન હતી પરંતુ સમગ્ર વિશ્વના દિલ જીતી લીધા હતા. ફિલ્મ રિલીઝ થયાના લાંબા સમય બાદ પણ લોકો ફિલ્મના ડાયલોગ્સ રિપીટ કરતા અને અલ્લુના આઇકોનિક પોઝ આપતા જોવા મળે છે. અને હવે અલ્લુ અર્જુને તેની બ્લોકબસ્ટર ‘પુષ્પા: ધ રાઇઝ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતીને ઇતિહાસ રચ્યો છે. ગુરુવારે 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. અલ્લુને સર્વશ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા પછી તરત જ, ટીમ ‘પુષ્પા’ સાથે તે ક્ષણની ઉજવણી કરતો તેનો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો.
અલ્લુ અર્જુન ખૂબ જ ભાવુક થઈ ગયો
અલ્લુ આ સન્માન મેળવનાર પ્રથમ તેલુગુ અભિનેતા છે. વીડિયોમાં અલ્લુ અર્જુન ડિરેક્ટર સુકુમાર સાથે હૂંફાળું આલિંગન શેર કરતા જોવા મળ્યા હતા, બંને એટલા ભાવુક થઈ ગયા હતા કે તેઓ લાંબા સમય સુધી એકબીજાને છોડી શક્યા ન હતા. ફિલ્મની બાકીની ટીમ અભિનેતા માટે ખુશી અને ઉજવણી કરતી જોવા મળે છે. બીજી તરફ અલ્લુના ચહેરાને જોઈને લાગે છે કે તે પોતાની આંખોમાંથી આંસુ રોકી શકતો નથી. તેની ખુશી હવે તેના ફેન્સને સોશિયલ મીડિયા પર પણ ભાવુક બનાવી રહી છે. જુઓ આ વિડિયો…
Allu Arjun celebrating his National Award win as Best Actor with #Pushpa team @alluarjun#69thNationalFilmAwards#NationalFilmAwards2023pic.twitter.com/w8fGpjsfwM
— Vamsi Kaka (@vamsikaka) August 24, 2023
ટીમે આ ટ્વિટ શેર કર્યું છે
માઈલસ્ટોનની ઉજવણી કરતા, પુષ્પાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ શેર કરવામાં આવી. જેમાં લખ્યું હતું કે, “બોક્સ ઓફિસ પર રાજ કર્યા પછી, પુષ્પા રાજ #NationalAwards આઇકોન સ્ટાર @alluarjun રાષ્ટ્રીય પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતનાર TFIનો પ્રથમ અભિનેતા બન્યો #AlluArjun એ પુરસ્કારોમાં 69માં રાષ્ટ્રીય શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કારમાં #પુષ્પા માટે જીત્યો.”
After ruling the box office, it is PUSHPA RAJ’S RULE at the #NationalAwards
Icon Star @alluarjun BECOMES THE FIRST ACTOR FROM TFI to win the BEST ACTOR at the National Awards ❤️#AlluArjun Wins the Best Actor at the 69th National Awards for #Pushpa ❤️#ThaggedheLe… pic.twitter.com/LqWnTcwpAe
— Pushpa (@PushpaMovie) August 24, 2023
Congratulations @alluarjun bava. You deserve all the success and awards you get for #Pushpa.
— Jr NTR (@tarak9999) August 24, 2023
કેવી છે ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’
‘પુષ્પાઃ ધ રાઇઝ’ એ સુકુમાર દ્વારા નિર્દેશિત ફ્રેન્ચાઇઝીની પ્રથમ ફિલ્મ છે. 17 ડિસેમ્બર, 2021ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં અલ્લુ અર્જુન પુષ્પરાજ ઉર્ફે પુષ્પાની ભૂમિકામાં છે, જે એક ટ્રક ડ્રાઈવર છે જે લાલ ચંદનની દાણચોરી કરે છે. રશ્મિકા મંડન્નાએ મુખ્ય અભિનેત્રી શ્રીવલ્લીની ભૂમિકા ભજવી છે, જ્યારે ફહદ ફાસીલને મુખ્ય વિલન તરીકે રજૂ કરવામાં આવી છે.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube