ભરતનાટ્યમ શીખવાથી લઈને પ્રૉસ્થેસ્ટિક સુધી, એક્ટ્રેસ કંગના રનોટ તમિલનાડુના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા પર બની રહેલી બાયૉપિક થલાઈવી માટે જોર-શોરથી તૈયારીઓ કરી રહી છે. આ બધાની વચ્ચે ફિલ્મ સામે મુશ્કેલીઓ પેદા થઈ ગઈ છે. અસલમાં, જયલલિતાની ભત્રીજી દીપાએ મદ્રાસ હાઈકોર્ટમાંથી ફિલ્મ પર સ્ટેની માંગણી કરી છે. રિપોર્ટ્સ અનુસાર, દીપાએ પોતાના એફિડેવિટમાં કહ્યું કે, થલાઈવીના ડિરેક્ટર LL વિજયે ફિલ્મ માટે તેની સહમતિ નથી લીધી.દીપાને લાગે છે કે, કેટલાક તથ્ય અને ઘટનાઓ જયલલિતાને ખોટી રીતે રજૂ કરી શકે છે. તે ઈચ્છે છે કે, મામલામાં કોર્ટ દખલ આપે અને સુનિશ્ચિત કરે કે, ફિલ્મમેકર ફિલ્મમાં યોગ્ય વાત રજૂ કરી રહ્યાં છે.જણાવી દઈએ કે, ફિલ્મ માટે કંગના લૉસ એન્જલિસ, કેલિફોર્નિયામાં તૈયારીઓ કરી રહી છે. તાજેતરમાં તેની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર આવી હતી જેમાં તે થલાઈવી માટે તૈયારીઓ કરતી દેખાઈ રહી હતી. કંગના ઉપરાંત ફિલ્મમાં MGRના રોલમાં અરવિંદ સ્વામી જોવા મળશે. સૂત્રોનું કહેવું છે કે, સીએમ કરુણાનિધિના રોલમાં પ્રકાશ રાજને અપ્રોચ કરવામાં આવ્યા છે. ફિલ્મ 2020માં થિયેટર્સમાં રિલીઝ થશે.
મુશ્કેલીમાં ફસાઈ કંગનાની ફિલ્મ થલાઈવી

By
Chintan Mistry
1 Min Read

You Might Also Like
- Advertisement -
- Advertisement -
Popular News
- Advertisement -