ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ રવિવારે તેના ચંદ્રયાન-3 મિશનને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ISROના જણાવ્યા અનુસાર, અવકાશયાનના લેન્ડર મોડ્યુલ ‘વિક્રમ’ને ચંદ્રની નજીક લાવવામાં બીજી અને અંતિમ ડી-બૂસ્ટિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. ડી-બૂસ્ટિંગમાં, લેન્ડર મોડ્યુલની ગતિ ધીમી કરવામાં આવે છે, જેથી તેને ચંદ્રની સપાટી પર સરળતાથી લેન્ડ કરી શકાય. ડી-બૂસ્ટિંગ ઓપરેશને લેન્ડર મોડ્યુલ ‘વિક્રમ’ને ચંદ્રની 25 કિમી x 134 કિમીની ભ્રમણકક્ષામાં લાવી દીધું છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે હવે વિક્રમ લેન્ડરને આંતરિક તપાસમાંથી પસાર થવું પડશે અને નિયુક્ત લેન્ડિંગ સાઇટ પર સૂર્યોદયની રાહ જોવી પડશે. ISRO એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર એક પોસ્ટમાં કહ્યું કે ‘બીજા અને અંતિમ ડી-બૂસ્ટિંગ ઓપરેશને સફળતાપૂર્વક ભ્રમણકક્ષાને 25 કિમી x 134 કિમી સુધી ઘટાડી દીધી છે. હવે લેન્ડરની આંતરિક તપાસ થશે અને લેન્ડિંગ સાઇટ પર સૂર્યોદય થાય ત્યાં સુધી રાહ જોશે.
Chandrayaan-3 Mission:
The Lander Module (LM) health is normal.LM successfully underwent a deboosting operation that reduced its orbit to 113 km x 157 km.
The second deboosting operation is scheduled for August 20, 2023, around 0200 Hrs. IST #Chandrayaan_3#Ch3 pic.twitter.com/0PVxV8Gw5z
— ISRO (@isro) August 18, 2023
ચંદ્રયાન-3 ક્યારે ચંદ્ર પર ઉતરશે? આઇએસઓ સમય જણાવ્યું
ચંદ્રયાન-3 એ ચંદ્રયાન-2નું ફોલો-અપ મિશન છે જેનો ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત ઉતરાણ કરવાનો છે. ISROએ X પરની તેની પોસ્ટમાં જણાવ્યું કે વિક્રમની સોફ્ટ લેન્ડિંગ પ્રક્રિયા 23 ઓગસ્ટે સાંજે 5:45 વાગ્યે ચંદ્રની સપાટી પર સૌથી ઓછા અંતર એટલે કે 25 કિલોમીટરની ઊંચાઈથી શરૂ થવાની અપેક્ષા છે. ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી આ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની જશે. ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની પરિક્રમા કરવાનું ચાલુ રાખશે અને પૃથ્વી સિવાય અન્ય જગ્યાએ જીવન શક્ય છે કે કેમ તે જાણવા માટે અન્ય ગ્રહોમાંથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે.
ચંદ્રને સ્પર્શ કરવા માટે ભારતના ચંદ્રયાન 3 અને રશિયાના લુના-25 વચ્ચે સ્પર્ધા
તે જ સમયે, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર પાણીની શોધ સહિત અન્ય અભ્યાસ કરશે. આ મહિનાની શરૂઆતમાં લોન્ચ કરાયેલા રશિયાનું લુના-25 અવકાશયાન ચંદ્રયાન-3ના એક દિવસ પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે તેવી અપેક્ષા હતી. જોકે, રશિયાની સ્પેસ એજન્સી રોસકોસ્મોસે શનિવારે લુના-25ને લઈને ‘અસામાન્ય સ્થિતિ’ની જાણ કરી હતી. રોસકોસ્મોસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના અવકાશયાન લુના-25ને ઉતરાણ પહેલા ભ્રમણકક્ષા બદલવાનો પ્રયાસ કરતી વખતે કટોકટીની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. જો કે, રોસકોસમોસે સ્પષ્ટ કર્યું નથી કે આ ઘટના લુના-25ના ઉતરાણને અસર કરશે કે નહીં.