લીમડાનું ઝાડ જેટલું કડવું હોય છે તેટલુંજ આપણા સ્વસ્થ માટે ફાયદાકારક છે. લીમડાના ઝાડમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલના ગુણ જોવા મળે છે. તેનાથી ચેપી રોગ થતા નથી. જે લોકો લીમડાનું પાણી પીવે છે તેમને વાયરલ, ફૂગ ,બેક્ટેરિયા વગેરેનો ચેપ લાગવાનો ખતરો નથી. આ ઉપરાંત લીમડાના પાણીથી સ્નાન કરવું ઘણું જ લાભદાયી છે. જે લોકો લીમડાનું પાણી પીવે છે તેને આંખોમાં ખંજવાળ અને પીડાની સમસ્યાઓ થતી નથી કારણ કે, લીમડાનું પાણી આંખ માટે ઘણું ફાયદાકારક છે. આ ઉપરાંત ચામડી સબંધિત કોઈ પણ સમસ્યા માટે લીમડાનું પાણી આશીર્વાદરૂપ છે. ચામડી ને લગતા રોગોને દૂર કરવા માટે લીમડાનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ ગણાય છે. લીમડાનું પાણી નિયમિત પણે પીવાથી આંતરડામાંથી ટોક્સિસ બાર નીકળે છે, અને જેને લીધે પેટમાં રહેલા જીવાણીઓ નાશ પામે છે . તેથી લીમડાનું પાણી પીવું ઘણું લાભકારક છે. ઉલ્લેખનીય છે કે , લીમડાના પાણીનું નિયમિત રીતે સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે , જેથી શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખીને ઘણી બીમારીઓથી બચી શકાય છે.