‘PLOS’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી કે, ગ્લોબલ વોર્મિંગને કારણે ઇકો સિસ્ટમ પર ખરાબ અસર થાય છે. પર્યાવરણની સાથે સાથે મનુષ્યના સ્વાસ્થ્ય પર પણ તેની અસર વર્તાઈ રહી છે. આ રિસર્ચ અનુસાર ગ્લોબલ વોર્મિંગને લીધે ઉપજતા ન્યૂટ્રિશનના અભાવને કારણે બીમારીઓ થવાનું જોખમ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ રિસર્ચ વર્ષ 2000થી 2015 સુધી બ્રાઝિલની કેટલીક હોસ્પિટલના ડેટાને આધારે કરવામાં આવ્યું. રિસર્ચમાં સામેલ મલેશિયામાં આવેલી મોનાશ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અનુસાર 5થી 19 વર્ષ અને 80 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં તાપમાનમાં થતાં વધારા સાથે ન્યૂટ્રિશનમાં ઊણપ જોવા મળી હતી. આ રિસર્ચમાં જોવા મળ્યું કે ઉનાળામાં 1 ડિગ્રીનું તાપમાન વધવાથી હોસ્પિટલમાં 2.5% ન્યૂટ્રિશનના ઉણપના કેસમાં વધારો જોવા મળ્યો હતો. તાપમાન વધવાને કારણે ઓછી ભૂખ લાગવી, આલ્કોહોલનું વધારે સેવન,હરવા ફરવાની આદતમાં ફેરફાર આવી જવાથી બીમારી થવાનું જોખમ વધે છે. એક રિપોર્ટ અનુસાર ક્લાઇમેન્ટ ચેન્જને લીધે લૉ અને મિડલ ઇન્કમ ધરાવતા દેશમાં ન્યૂટ્રિશનની ઊણપ વધારે જોવા મળે છે. ક્લાઇમેન્ટ ચેન્જને લીધે ફૂડ અવેલબિલિટી 3.2% ઘટી જાય છે.
ગ્લોબલ વોર્મિંગની ઇકો સિસ્ટમ પર અસર
By
Chintan Mistry
1 Min Read
You Might Also Like
- Advertisement -
- Advertisement -
Popular News
- Advertisement -