દીપિકા પાદુકોણની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘પદ્માવત’ હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર 300 કરોડથી વધુ કમાણી કરી હતી. રણવીર સિંહ સાથે લગ્ન કર્યાં બાદ દીપિકાએ થોડો સમય બ્રેક લીધો હતો અને પછી તેણે ‘છપાક’ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. હવે, દીપિકા ‘મહાભારત’ પર આધારિત ફિલ્મમાં દ્રૌપદીનો રોલ પ્લે કરવાની છે………
ફિલ્મ પ્રોડક્શનમાં દીપિકા પ્રોડ્યૂસર મધુ મન્ટેના સાથે મળીને ફિલ્મ બનાવશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી. આ ફિલ્મ મલ્ટી પાર્ટ્સમાં બનાવવામાં આવશે. જેનો ફર્સ્ટ પાર્ટ વર્ષ 2021મા રિલીઝ થશે. આ ફિલ્મના અન્ય કલાકારોની પસંદગી બાકી છે. આ ઉપરાંત ફિલ્મ કોણ ડિરેક્ટ કરશે, તે હજી જાહેર કરવામાં આવ્યું નથી…..
દીપિકાએ કહ્યું હતું કે તે દ્રૌપદીની ભૂમિકા ભજવવા ઉત્સુક છે અને પોતાને સન્માનિત માને છે. તે માને છે કે આ એક લાઈફટાઈમ રોલ છે. ‘મહાભારત’ પૌરાણિક કથાઓ તથા સાંસ્કૃતિક પ્રભાવ માટે જાણીતું છે, તેમાંથી જીવનના ઘણાં જ બોધપાઠ મળે છે. જોકે, આ મહાકાવ્ય હંમેશા મેલ કેરેક્ટર્સ પર ફોકસ કરવામાં આવ્યું છે અને હવે તે નવા દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવશે.