રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થયા બાદ તેઓ ફરી એકવાર રાજકારણમાં સક્રિય થયા છે. સાથે જ હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. લોકસભાની સદસ્યતાની પુનઃસ્થાપના સાથે, રાહુલ ગાંધીએ તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડની મુલાકાત લેવાનું મન બનાવી લીધું છે, જ્યારે કોંગ્રેસે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં રાહુલ તેમની બીજી ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરશે.
બીજી ‘ભારત જોડો યાત્રા’ની તૈયારી
કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની બીજી ‘ભારત જોડો યાત્રા’ ગુજરાતથી મેઘાલય સુધીની હશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ બીજી ‘ભારત જોડો યાત્રા’ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીની પ્રથમ ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો, તેથી હવે ભારત જોડો યાત્રા-ર૦૧૮ની તૈયારીઓ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જ્યારે રાહુલ ભારત જોડો યાત્રા કાઢશે, તે જ સમયે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ તેમના રાજ્યમાં પણ આવી જ યાત્રા કાઢશે.
પ્રથમ સફર દક્ષિણથી ઉત્તરની હતી
‘ભારત જોડો યાત્રા’ના પ્રથમ તબક્કામાં રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી લગભગ 4,000 કિલોમીટરની પગપાળા યાત્રા કરી હતી. રાહુલ ગાંધીએ પહેલી ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી શરૂ કરી હતી. ત્યારબાદ આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થઈને જમ્મુ-કાશ્મીર પહોંચી. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીને 136 દિવસ લાગ્યા હતા. જ્યારે રાહુલ ગાંધીની પ્રથમ ભારત જોડો યાત્રા દક્ષિણથી ઉત્તર તરફ હતી, હવે બીજી ભારત જોડો યાત્રા પશ્ચિમથી પૂર્વ તરફ હશે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube