જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) દ્વારા સતત નફાનો રેકોર્ડ બનાવવામાં આવી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જાહેર ક્ષેત્રની બેંકોએ વાર્ષિક ધોરણે રેકોર્ડ નફો મેળવ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકોએ રૂ. 34,774 કરોડનો નફો બમણો કરતાં વધુ નોંધાવ્યો છે. આ બેંકો દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના ડેટા અનુસાર, ગયા નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન સમયગાળા દરમિયાન, 12 PSU બેંકોએ કુલ 15,306 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.
NIM 3 ટકાથી ઉપર રહ્યો
આ સમયગાળા દરમિયાન ઊંચા વ્યાજ દરે બેન્કોને વધુ સારું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) કમાવવામાં મદદ કરી. મોટાભાગની બેંકોની NIM 3 ટકાથી વધુ રહી. પુણે સ્થિત બેંક ઓફ મહારાષ્ટ્રનો પ્રથમ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ NIM 3.86 ટકા હતો. આ પછી સેન્ટ્રલ બેંકનો NIM 3.62 ટકા અને ઇન્ડિયન બેંકનો 3.61 ટકા હતો. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ચાર ધિરાણકર્તાઓએ 100 ટકાથી વધુનો નફો કર્યો હતો.
પીએનબીએ સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે
પંજાબ નેશનલ બેન્ક (PNB) એ સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી હતી અને રૂ. 1,255 કરોડનો નફો મેળવ્યો હતો, જ્યારે આ બેન્કે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 308 કરોડનો નફો કર્યો હતો. SBIનો નફો અત્યાર સુધીના કોઈપણ ક્વાર્ટરની સરખામણીમાં સૌથી વધુ રહ્યો છે. તેણે રૂ. 16,884 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો, જે 178 ટકાની વૃદ્ધિ દર્શાવે છે, જે તમામ PSBs દ્વારા કમાયેલા કુલ નફાના લગભગ 50 ટકા છે.
અન્ય પાંચ PSBs એ 50 થી 100 ટકા વચ્ચે વધારો નોંધાવ્યો છે. આમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર ટોચ પર છે, જેનો ચોખ્ખો નફો 95 ટકા વધીને રૂ. 882 કરોડ થયો છે. આ પછી બેન્ક ઓફ બરોડાનો ચોખ્ખો નફો 88 ટકા વધીને રૂ. 4,070 કરોડ થયો છે. યુકો બેંકનો નફો 81 ટકા વધીને રૂ. 581 કરોડ થયો છે. 12 બેંકોમાંથી માત્ર દિલ્હી સ્થિત પંજાબ એન્ડ સિંધ બેંકે ચોખ્ખા નફામાં ઘટાડો નોંધાવ્યો હતો.