ઓસ્ટ્રેલિયાની ટીમે ભલે ઈંગ્લેન્ડ સામે એશિઝ જાળવી રાખી હોય પરંતુ તે શ્રેણી જીતી શકી ન હતી. પ્રથમ બે મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ બાકીની ત્રણ મેચોમાં સારુ પ્રદર્શન કરી શકી ન હતી અને શ્રેણી જીતવાની સુવર્ણ તક ગુમાવી હતી. જો કે તેમ છતાં કેપ્ટન પેટ કમિન્સ ખુશ છે. તેમના મતે, શ્રેણી 2-2 થી બરાબર થવાથી તે સંતુષ્ટ છે, કારણ કે જ્યારે વિશ્વની બે શ્રેષ્ઠ ટીમો સામસામે હોય છે, ત્યારે ફરીથી આવી કઠિન સ્પર્ધા થાય છે.
ઓવલ ખાતે રમાયેલી એશિઝ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 49 રને હરાવ્યું અને શ્રેણી 2-2થી બરાબર કરી લીધી. પ્રથમ બે મેચ ઓસ્ટ્રેલિયન ટીમે જીતી હતી અને ત્યારબાદ ત્રીજી અને પાંચમી મેચ ઈંગ્લેન્ડે જીતી હતી. ચોથી ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડ જીતની સ્થિતિમાં હતું પરંતુ વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી.
અમને એશિઝ જાળવી રાખવા બદલ ગર્વ છે – પેટ કમિન્સ
પેટ કમિન્સ અનુસાર, તેમની ટીમે એશિઝ પોતાની પાસે રાખી હતી અને આ એક મોટી વાત છે. પાંચમી ટેસ્ટ મેચ બાદ તેણે કહ્યું,
મારા મત મુજબ 2-2નું આ પરિણામ સાચુ છે. બે ઉચ્ચ-ગુણવત્તાવાળી ટીમો એકબીજા સાથે ટકરાતી હતી અને તે એક શાનદાર શ્રેણી હતી. અમે અહીં એશિઝ જીતવા માટે આવ્યા છીએ અને ટેસ્ટ ક્રિકેટ માટે આ એક શાનદાર દિવસ હતો. અમે એશિઝ જાળવી રાખી છે અને તેના પર ગર્વ અનુભવી શકીએ છીએ. ઈંગ્લેન્ડની આ મહાન ટીમ સામે આવું કરવું સરળ નથી. આ શ્રેણીમાં ઘણી શાનદાર ક્ષણો આવી છે, જેના કારણે એશિઝ ખૂબ જ ખાસ બની જાય છે. જે રીતે ભીડ છે અને પછી તે દબાણ હેઠળ રમવું, ત્યાં ઘણી બધી બાબતો છે. હું સ્ટુઅર્ટ બ્રોડને પણ અભિનંદન આપું છું. ઓસ્ટ્રેલિયા સામે તેનું પ્રદર્શન હંમેશા સારું રહ્યું છે