સ્થાનિક બજારમાં, આ બંને બાઈક Royal Enfield Classic 350, Honda H’Ness CB350 અને Harley Davidson X440 જેવી બાઈક સાથે સ્પર્ધા કરશે.
Triumph Motorcycles, Bajaj Auto સાથે મળીને તાજેતરમાં Speed 400 અને Scrambler 400X રોડસ્ટર્સ ભારતમાં રજૂ કર્યા છે. જેમાં Triumph Speed 400 રૂ. 2.33 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી હતી અને Scrambler 400Xનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કંપની તેને ઓક્ટોબર 2023માં લોન્ચ કરી શકે છે.
17000 યુનિટનું બુકિંગ મળ્યું
કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, Triumph Speed 400 અને Scrambler 400X બંને માટે અત્યાર સુધીમાં 17,000 યુનિટ્સ બુક કરવામાં આવ્યા છે. કંપની ટૂંક સમયમાં દેશભરમાં તેની 50 ડીલરશિપ દ્વારા ટ્રાયમ્ફ સ્પીડ 400ની ડિલિવરી શરૂ કરશે.
ટ્રાયમ્ફ સ્પીડ 400 અને સ્ક્રેમ્બલર 400X એન્જિન
ટ્રાયમ્ફ સ્પીડ 400 બાઇકનું ઉત્પાદન પૂણેના ચાકનમાં બજાજ ઓટોના યુનિટમાં પહેલેથી જ શરૂ થઈ ગયું છે. કંપનીને અપેક્ષા છે કે બીજા ક્વાર્ટરના અંત સુધીમાં ઉત્પાદન 5,000 યુનિટ સુધી પહોંચશે અને ઓક્ટોબર 2023 સુધીમાં તેની નિકાસ શરૂ થશે. ટ્રાયમ્ફ સ્પીડ 400 398 cc સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ TR-સિરીઝ એન્જિન દ્વારા સંચાલિત છે જે 8,000 rpm પર 40 hp પીક પાવર અને 6,500 rpm પર 37.5 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. એન્જિન 6-સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે.
Triumph Speed 400 અને Scrambler 400X ફીચર્સ
બીજી તરફ ફીચર્સની વાત કરીએ તો બંને મોટરસાઈકલમાં હીટેડ ગ્રિપ્સ, ડિજિટલ-એનાલોગ ડિસ્પ્લે જેવા ફીચર્સ હાજર છે. ટ્રાયમ્ફ સ્પીડ 400 ને આગળ અને પાછળ બંને બાજુએ 17-ઇંચ એલોય રિમ્સ મળે છે, જ્યારે ટ્રાયમ્ફ સ્ક્રેમ્બલર 400X ને 19/17-ઇંચ એલોય રિમ્સ મળે છે. Triumph ભારતીય બજારમાં તેની બંને બાઇક સ્પીડ 400 અને Scrambler 400X પર 2 વર્ષની/અમર્યાદિત માઇલેજ વોરંટી અને 16,000 કિમી સર્વિસ ઇન્ટરવલ ઓફર કરી રહી છે.
સાથે સ્પર્ધા કરશે
સ્થાનિક બજારમાં, આ બંને બાઈક Royal Enfield Classic 350, Honda H’Ness CB350 અને Harley Davidson X440 જેવી બાઈક સાથે સ્પર્ધા કરશે.