યુએસ પ્રમુખ જો બિડેનનું વહીવટીતંત્ર યુક્રેનને US$400 મિલિયન સુધીની વધારાની લશ્કરી સહાય મોકલી રહ્યું છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સૈન્ય સહાયમાં એર ડિફેન્સ સિસ્ટમ માટે વિવિધ પ્રકારના બોમ્બ, કેટલાક સર્વેલન્સ હોર્નેટ ડ્રોનનો સમાવેશ થાય છે.
આ સહાયમાં ‘હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ’ (HIMARS) અને ‘નેશનલ એડવાન્સ્ડ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ’ (NASAMS)ની મિસાઈલોનો સમાવેશ થાય છે.
આ શસ્ત્રો રાષ્ટ્રપતિના ‘ડ્રોડાઉન’ હેઠળ યુક્રેનને આપવામાં આવી રહ્યા છે (જે હેઠળ સંરક્ષણ વિભાગના સ્ટોરેજમાંથી હથિયારો અન્ય દેશોને સપ્લાય કરવાની છૂટ છે). અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે યુએસ હોવિત્ઝર તોપના શેલ, 32 સ્ટ્રાઈકર આર્મર્ડ વાહનો, મોર્ટાર, હાઈડ્રા-70 રોકેટ અને નાના હથિયારોના 28 મિલિયન રાઉન્ડ પણ મોકલી રહ્યું છે.
હોર્નેટ નાના નેનો-ડ્રોન છે જેનો ઉપયોગ મોટા પાયા પર ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે થાય છે. યુક્રેનને આ ડ્રોન અગાઉ અન્ય પશ્ચિમી સહયોગીઓ પાસેથી પણ મળ્યા હતા. રશિયાએ ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પર હુમલો કર્યા પછી, યુએસએ અત્યાર સુધીમાં તેને કુલ 41 અબજ યુએસ ડોલરથી વધુની સૈન્ય સહાય આપી છે.