ફરાળી દહીં વડા:
ઉપવાસ મા આપડે ઘણી વાનગીઓ બનાવીયે છીએ, પણ ક્યારેય તમે ફરાળી દહીં વડા બનાવ્યા છે? મેં આજે ફરાળી દહીં વડા બનાવ્યા હતા અને તે ખુબજ સરસ બન્યા હતા. આપડે ઉપવાસ કરીએ એટલે વધારે પડતી વાનગીઓ તળી ને બનાવી છીયે, તો તેના થી આપણને ગેસ કે એસિડિટી થાય છે. તો જો તેની સાથે આપડે થોડું દહીં ખાયે તો આપણને ગેસ કે એસિડિટી થતી નથી. તો ઉપવાસમાં આપડે દહીં વાળી વાનગી પણ બનાવવી જોઈએ. તો ચાલો આજે બનાવીયે ફરાળી દહીં વડા અને મને જણાવજો કે કેવા બન્યા.
તૈયારી નો સમય: ૧૫ મિનીટ
બનાવવાનો સમય: ૩૦ મિનીટ
સામગ્રી:
- 5 મોટા ચમચા મોરૈયો (સામો)
- 1.5 કપ પાણી
- 1/4 ચમચી હળદળ
- 2 મધ્યમ કદનાં બાફેલા બટાકા
- 1 ચમચી ખમણેલુ આદુ
- 1 મોટો ચમચો સમારેલું લીલું મરચું
- 2 મોટા ચમચા આરારૂટ
- 3 મોટા ચમચા શીંગદાણા નો ભૂકો
- 1 કપ શીંગદાણા
- 1 કપ ઠંડુ દહીં
- 2 મોટા ચમચા દળેલી ખાંડ
- શેકેલા જીરા નો પાવડર
- લાલ મરચું
- શંચળ
- ધાણાજીરું
- જીણા કાપેલા ધાણા
- ખજૂર આંબલી ની ચટણી (ગમે તો) (Optional)
- દાડમ ના દાણા (ગમે તો) (Optional)
- નમક
- તેલ તળવાં માટે (Oil For Fry)
બનાવવાની રીત:
- એક કડાઈ લય ને તેમાં મોરૈયો (સામો) શેકી ને તેમાં પાણી ઉમેરો અને નામક & હળદળ નાખી કડક થાય ત્યાં સુધી પાકવા દો. હવે તેને ઠંડુ થવા દો.
- હાબે બાફેલા બટાકા ને મેષ કરી તેમાં મોરૈયો (સામો) ઉમેરી + આદુ + લીલું મરચું + આરારૂટ + શીંગદાણા નો ભૂકો + નમક ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.
- હવે તેલ ગરમ કરી જે મિક્સચર કર્યું તેમાંથી ટિક્કી કે વડા બનાવી ને તેને તળી લો.
- હવે શીંગદાણા તળી લો.
- હવે ટિક્કી કે વડા ઠંડા થાય એટલે તેને સેર્વિંગ બોલ માં લાય તેમાં તમને ગમે તે મસાલા ને દહીં ને તળેલા શીંગદાણા ને ધાણા ઉમેરી ને સર્વ કરો.
ફૂલ રેસીપી વીડિઓ:
https://www.youtube.com/watch?v=Em6QIXVvZlg
હેલો મારુ નામ સીમા રાણીપા છે. ને હું એક ગૃહિણી છું ને મને નવી ને અવનવી વાનગીઓ બનાવી બહુ ગમે અને હું બધી વાનગીઓ બહુ સારી જ બનવું એવું પણ નથી પણ જમવા જેવું તો બનાવી લવ છું.. હા હા હા. આપણા બધા સાથે કંઈક આવુજ થતું હશે પણ હું મારા અનુભવ પરથી તમને કહીશ કે વાનગીમાં શું ધ્યાન રાખો તો તમારી વાનગી પહેલી વારમાં પણ સારી જ બનશે. તો જોતા રહો ને મારી વાનગી ને like share & Subscribe કરતા રહો. જય શ્રી ક્રિષ્ના……
Facebook Link : https://www.facebook.com/kitchcook