રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ (રશિયા યુક્રેન વોર) વધુ ઉગ્ર બનતો જણાય છે. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને સોમવારે વહેલી સવારે દાવો કર્યો હતો કે ‘ડ્રોન હુમલા’માં રશિયાની રાજધાનીમાં રાતોરાત બે બિન-રહેણાંક ઇમારતોને નિશાન બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે ‘આજે સવારે લગભગ 4 વાગ્યે (0100 GMT) બે બિન-રહેણાંક ઇમારતો પર ડ્રોન હુમલાની જાણ કરવામાં આવી છે. કોઈ ગંભીર વિનાશ કે જાનહાનિ થઈ નથી.
રશિયન સમાચાર એજન્સી TASS અનુસાર, એક ડ્રોન રશિયાના સંરક્ષણ મંત્રાલય પાસે કોમસોમોલ્સ્કી પ્રોસ્પેક્ટ પર પડ્યું. જ્યારે અન્ય લિખાચેવા સ્ટ્રીટ પર એક બિઝનેસ સેન્ટર પર પડ્યો હતો. આ પછી, સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે યુક્રેનના બે ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રશિયાની રાજધાની પર યુક્રેન દ્વારા આ એક આતંકવાદી કૃત્ય છે.
BREAKING: Drones hit multiple buildings in Moscow, causing damage pic.twitter.com/fiKqWXHtQw
— BNO News (@BNONews) July 24, 2023
હુમલામાં કોઈ જાનહાનિ નથી
રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ‘મોસ્કો શહેરના વિસ્તારમાં બે ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદી કૃત્ય કરવાના યુક્રેનિયન શાસનના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.’ રશિયાના સંરક્ષણ મંત્રાલયે વધુમાં કહ્યું કે ‘બંને યુક્રેનિયન ડ્રોનને નિશાન બનાવીને તોડી પાડવામાં આવ્યા હતા. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.