મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા બ્રિજભૂષણ શરણ સિંહને દિલ્હીની નીચલી કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહને રૂ. 25,000ના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. જામીન આપતી વખતે કોર્ટે એવી શરત મૂકી હતી કે બ્રિજભૂષણ જાણ કર્યા વિના દેશની બહાર નહીં જાય અને સાક્ષીઓને પ્રભાવિત કરશે નહીં.