યજમાન રાષ્ટ્ર પાકિસ્તાનમાં એશિયા કપ 2023ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું છે. બુધવારે એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન આ વખતે એશિયા કપની યજમાની કરી રહ્યું છે અને તેથી જ તેમના દેશમાં જ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોહમ્મદ હાફીઝ અને વહાબ રિયાઝ જેવા પાકિસ્તાની સુપરસ્ટાર ખેલાડીઓ હાજર રહ્યા હતા.
એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે એશિયા કપમાં 6 ટીમો ભાગ લઈ રહી છે અને 3-3 ટીમોના બે ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ જ્યારે ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન છે. એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે અને પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલ્તાનમાં હાઇબ્રિડ મોડલ અનુસાર રમાશે. પાકિસ્તાનમાં કુલ ચાર મેચ રમાશે, જેમાં 3 ગ્રૂપ રાઉન્ડની હશે, ત્યારબાદ 1 મેચ સુપર 4ની રમાશે.