SL vs PAK 1st Test: સઈદ શકીલે શ્રીલંકા સામે બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. તે પાંચમા નંબર પર બેટિંગ કરીને બેવડી સદી ફટકારનાર પ્રથમ પાકિસ્તાની બેટ્સમેન બની ગયો છે.
સઈદ શકીલની બેવડી સદીઃ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ પર મુલાકાતી ટીમે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. શ્રીલંકાને પ્રથમ દાવમાં 312 રનમાં ઓલઆઉટ કર્યા બાદ પાકિસ્તાને તેની પ્રથમ ઇનિંગમાં 461 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. આ રીતે પાકિસ્તાને પ્રથમ દાવમાં 149 રનની લીડ મેળવી લીધી
છે.
મિડલ ઓર્ડર બેટ્સમેન સઈદ શકીલે પાકિસ્તાન માટે અજાયબી કરી બતાવી. શકીલે 361 બોલમાં 19 ચોગ્ગાની મદદથી 208 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. તે પાંચમા નંબર પર બેટિંગ કરીને બેવડી સદી ફટકારનાર પ્રથમ પાકિસ્તાની બેટ્સમેન બની ગયો છે.